+

Bollywood :ગુજરાતની આ અભિનેત્રી લુકના કરાણે થઈ ટ્રોલ

આયેશા ટાકિયાએ વધુ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી સોશિયલ મીડિયા પર આયેશા ટાકિયાએ ફોટો શેર કર્યા આયેશા ટાકિયાના ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકએ કરી ટ્રોલ Bollywood: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress)આયેશા ટાકિયા…
  1. આયેશા ટાકિયાએ વધુ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી
  2. સોશિયલ મીડિયા પર આયેશા ટાકિયાએ ફોટો શેર કર્યા
  3. આયેશા ટાકિયાના ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકએ કરી ટ્રોલ

Bollywood: બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress)આયેશા ટાકિયા (Ayesha Takia)પોતાના લુક્સ(look)ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારથી અભિનેત્રીએ ચહેરાની સર્જરી કરાવી છે ત્યારથી તે ઘણી ટ્રોલ થઈ રહી છે. અભિનેત્રીની પ્લાસ્ટિક સર્જરી બાદ તેનો ચહેરો ઘણો બદલાઈ ગયો છે અને જ્યારે પણ તે ક્યાંક જોવા મળે છે ત્યારે તેની અલગ સ્ટાઈલ જોઈને દરેક દંગ રહી જાય છે. આ ઉપરાંત તેની તસવીરો અને વીડિયો પણ ઈન્ટરનેટ પર પ્રચલિત રહે છે. દરમિયાન આયેશા ટાકિયાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કેટલાક નવા લુક શેર કર્યા છે જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે.

આયેશા ટાકિયાનો લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે

આયેશા ટાકિયાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક ભારતીય લુક શેર કર્યો છે. અભિનેત્રી સાડી પહેરીને પોતાની સુંદરતાનો પરચો આપી રહી હતી. આ જાંબલી સાડીમાં અભિનેત્રીને જોઈને બધા દંગ રહી ગયા. તેનો ચહેરો એટલો બદલાઈ ગયો છે કે જો તમને ન કહેવામાં આવે કે તે આયેશા ટાકિયા છે તો તમે તેને ઓળખી પણ શકશો નહીં. આ લુક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી હતી. આ દરમિયાન હવે તેણે વધુ એક વીડિયો શેર કર્યો છે. હવે આયેશા અરીસા સામે પોતાનું રેકોર્ડિંગ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

આયેશા ટાકિયા થઈ ટ્રોલ

લોકો આયેશા ટાકિયાની તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ટિપ્પણી કરતી વખતે, એક યુઝરે લખ્યું છે – તમે તમારા ચહેરા અને કુદરતી સુંદરતાને કેમ બગાડી રહ્યા છો? અન્ય એક યુઝરે લખ્યું છે- આવું કેમ થયું, તમે સુંદર હતા. કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું – તેણીને લાગે છે કે તે કાઈલી જેનર છે.

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

કોણ છે આયેશા?

આયેશાનો જન્મ ચેમ્બુર, મુંબઈ મહારાષ્ટ્રમાં ગુજરાતી પિતા નિશિત અને મુસ્લિમ માતા ફરીદાને ત્યાં થયો હતો. તેણે સેન્ટ એન્થોની હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આયેશાનો પતિ મુસ્લિમ છે અને તેનું નામ ફરહાન આઝમી છે.

 

આયેશા ટાકિયાએ કર્યું હતું આ ફિલ્મોમાં કામ

તમને જણાવી દઈએ કે આયેશાએ ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ટારઝન, દિલ માંગે મોર, સોચા ના થા, શાદી નંબર 1, દોર અને પાઠશાળાનો સમાવેશ થાય છે. આયેશાએ ટારઝન ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફેન્સ હંમેશા તેની એક્ટિંગ અને સુંદરતાના વખાણ કરતા જોવા મળે છે. ફિલ્મોમાં કામ કરતી વખતે આયેશા અચાનક જ સ્પોટ લાઈફમાંથી ગાયબ થઈ ગઈ. રિપોર્ટ્સનું માનીએ તો આયેશાએ લગ્ન બાદ ફિલ્મોમાંથી દૂરી બનાવી લીધી હતી. આયેશા છેલ્લે 2011માં આવેલી ફિલ્મ મોડમાં જોવા મળી હતી.

Whatsapp share
facebook twitter