+

Black lung disease : કોલસાથી થતી આ બીમારી તમારું દિલ-દિમાગ નષ્ઠ કરી મૂકે છે

બીમારીના લક્ષણો ઘણા વર્ષો બાદ જોવા મળે છે હ્રદય અને મગજને પણ કામ કરતું અટકાવે છે Black lung disease થી બચવાના ઉપાયો Black lung disease awareness : વિશ્વમાં એવી અનેક…
  • બીમારીના લક્ષણો ઘણા વર્ષો બાદ જોવા મળે છે
  • હ્રદય અને મગજને પણ કામ કરતું અટકાવે છે
  • Black lung disease થી બચવાના ઉપાયો

Black lung disease awareness : વિશ્વમાં એવી અનેક બીમારીઓ છે, જેના વિશે શક્ય છે કે, દરેક લોકોને તેના વિશે માહિતી ના હોય. ત્યારે આવી જ બીમારીઓ પૈકી એક બીમારીનું નામ Black lung disease છે. Black lung disease વિશે મુઠ્ઠી ભર લોકોને યોગ્ય રીતે માહિતી ધરાવે છે. તો આ બીમારી ફેફસાંને નુકસાન પહોંચાડે છે. અને અમુક સંજોગોમાં આ બીમારીને કારણે પીડિતનું મોત પણ થઈ શકે છે.

Black lung disease એ મુખ્યત્વે એવા લોકોને થાય છે, જે લોકો લાંબાગાળાથી અથવા લાંબો સમય ખાણ ખનીજના કામ સાથે જોડાયેલા હોય છે. તેમાં પણ ખાસ કરીને એવા લોકો જે જમીનની નીચે પથ્થરો તોડવાનું કામ કરે છે. ત્યારે કોલસાની ચોતરફ કલાકો સુધી દરરોજ સમય પસાર કરતા Black lung disease નો શિકાર થવું સામાન્ય બાબાત છે. તો કોલસાની ચોતરફ રહેતા ફેફસાં એકદમ કાળા પડી જાય છે. Black lung disease માં સૌ પ્રથમ શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભરી આવે છે.

બીમારીના લક્ષણો ઘણા વર્ષો બાદ જોવા મળે છે

કોલસાની ખાણાઓમાં કામ કરતા કર્મચારીઓના ફેફસાંમાં સોજો અને ફાઈબ્રોસિસ જેવી સમસ્યા શરૂ થાય છે. જોકે Black lung disease થવાની સંભાવના તેના ઉપર નિર્ભર રહે છે કે, કોલસાની ખાણમાં કામ કરતા વ્યક્તિના શરીરની અંદર કેટલી દૂર ધૂણ ગઈ છે. અનેક કેટલા સમયથી વ્યક્તિ આ પ્રકારની પરિસ્થિતિમાં કાર કરી રહ્યો છે. Black lung disease ના લક્ષણો ઘણા વર્ષો બાદ જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં સૌથી સામાન્ય લક્ષણોમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો જેવી સમસ્યા થાય છે.

આ પણ વાંચો: સેક્સ દરમિયાન આ પ્રકારના રોગ STI Infection ને આમંત્રણ આપે છે

હ્રદય અને મગજને પણ કામ કરતું અટકાવે છે

Black lung disease એ હ્રદય અને મગજને પણ કામ કરતું અટકાવે છે. કોલસાની ખાણોમાં જોવા મળતા ધૂળના નાના કણોમાં કાર્બન હોય છે. આ સિવાય ડ્રિલ કરાયેલા પથ્થરોમાં સિલિકા જોવા મળે છે. જ્યારે તેઓ શ્વાસ દ્વારા તમારા ફેફસાં સુધી પહોંચે છે, ત્યારે તમારી રોગપ્રતિકારક નબળી પડે છે.

Black lung disease થી બચવાના ઉપાયો

  • કામ કરતા સમયે સતત માસ્ક પહેરવું
  • શરીર ઉપર લાગેલી ધૂણની યોગ્યસર સફાઈ કરવી
  • ખાણીપીણીના સમયે હાથ-મોઢું અચૂક ધોવું
  • ધ્રુમપાન કરવાથી અટકવું
  • નિયમિત સ્વરૂપે છાતીનો એક્સ રે કરાવવો

આ પણ વાંચો: પીઠદર્દના આ લક્ષણો આમંત્રણ આપે છે Spine Cancer, જાણો કારણ

Whatsapp share
facebook twitter