- હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી
- ભાજપ 49 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 35 સીટો પર આગળ
- હરિયાણામાં ઇતિહાસમાં ભાજપનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
- ઘણી બેઠકો પર ભાજપ 5થી 10 હજાર મતથી આગળ
Haryana Election Results : હરિયાણા વિધાનસભાની ચૂંટણી (Haryana Election Results)માં ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ભાજપ 49 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 35 સીટો પર આગળ છે. EC અનુસાર, INLD એક સીટ પર આગળ છે, જ્યારે બહુજન સમાજ પાર્ટી પણ એક સીટ પર આગળ છે. આ સિવાય અંબાલા કેન્ટ, ગણૌર, હિસાર અને બહાદુરગઢમાં અપક્ષ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યા છે.
શું ચૂંટણી પરિણામોનું વલણ પલટાશે?
ભાજપ 49 ચૂંટણી સીટો પર આગળ છે. એવી ઘણી બેઠકો છે જ્યાં તેની લીડ 5 હજારથી ઓછી છે. અને ઘણી સીટો પર લીડ 5 હજારથી વધુ છે. સવારે 11.40 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 20 સીટો પર 5 હજારથી ઓછા વોટથી આગળ છે. વિધાનસભાનો મત વિસ્તાર લોકસભા કરતા નાનો હોય છે, તેથી 5 હજારની લીડ મજબૂત ગણી શકાય. ભાજપ 14 સીટો પર 10 હજારથી વધુ વોટથી આગળ છે. તેથી માની શકાય કે આ બેઠકો પર ઉથલપાથલ થવી સરળ નથી અને આ બેઠકો પર ભાજપ મજબૂત છે. બાકીની 15 બેઠકો પર ભાજપ 5 હજારથી 10 હજારની વચ્ચેની લીડ ધરાવે છે.
આ પણ વાંચો––Counting સમયે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાં છે…?
#WATCH | Haryana: BJP candidate from Ambala Cantt, Anil Vij joins party workers in monitoring the counting trends, at the party office in Ambala.
As per the latest EC data, the party is leading on 49 of the 90 seats. Anil Vij is trailing in his constituency. pic.twitter.com/NGt2bKpE3l
— ANI (@ANI) October 8, 2024
સીએમ નાયબ સિંહ સૈની લાડવાથી આગળ છે
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની લાડવા સીટ પરથી 6 હજારથી વધુ વોટથી આગળ છે. જુલાનામાં ભાજપ તરફથી વિનેશ ફોગાટ પાછળ ચાલી રહ્યા છે. લાલુ યાદવના જમાઈ ચિરંજીવ રાવ રેવાડીથી પાછળ છે. રાવ દાન સિંહ (કોંગ્રેસ) મહેન્દ્રગઢથી આગળ છે.
હરિયાણામાં ઇતિહાસમાં ભાજપનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
1980માં તેની સ્થાપનાના બે વર્ષ બાદ જ ભાજપે હરિયાણાની ચૂંટણી લડી હતી. 1982ની ચૂંટણીમાં ભાજપે છ બેઠકો જીતી હતી. ભાજપે 1987માં 16, 1996માં 11, 2000માં 6 અને 2005માં બે બેઠકો જીતી હતી. 2009માં પણ પાર્ટી બે આંકડા સુધી પહોંચી શકી ન હતી અને માત્ર ચાર સીટો જીતી શકી હતી. હરિયાણાની ચૂંટણીમાં ભાજપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014ની ચૂંટણીમાં આવ્યું જ્યારે ભાજપે 33.3 ટકા વોટ શેર સાથે 47 બેઠકો જીતી. 2019માં ભાજપનો વોટ શેર વધ્યો પરંતુ સીટો ઘટી અને પાર્ટી 36.7 ટકા વોટ શેર સાથે માત્ર 40 સીટો જીતી શકી. અત્યાર સુધીના વલણો મુજબ, ભાજપ 49 બેઠકો પર આગળ છે અને જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં પક્ષનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે.
આ પણ વાંચો––Haryana બાજી પલટી, હવે ભાજપ આગળ