- ઈરાનની કોલસાની ખાણમાં વિસ્ફોટ
- 30 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
- મિથેન ગેસ લીક થવાને કારણે આ દુર્ઘટના થઈ
ઈરાન (Iran)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 30 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે મૃત્યુઆંક વધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે આ દુર્ઘટના થઈ છે. માહિતી અનુસાર, પૂર્વી ઈરાન (Iran)માં કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક થવાને કારણે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.
ઈરાન (Iran)ની સરકારી સમાચાર એજન્સી IRNA એ પોતાના એક સમાચારમાં જણાવ્યું છે કે રાજધાની તેહરાનથી લગભગ 335 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં તાબાસમાં સ્થિત કોલસાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ દુર્ઘટના થઈ હતી, જેમાં 30 લોકો માર્યા ગયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓને મોકલ્યા હતા. દુર્ઘટના સમયે ખાણમાં લગભગ 70 લોકો કામ કરી રહ્યા હતા.
#Iran | A gas explosion in a coal mine in Iran’s South Khorasan Province killed at least 51 people and injured 20: Iran’s state media reports
The accident was caused by a methane gas explosion in two blocks, B and C, of the mine run by the Madanjoo company. pic.twitter.com/tGfepe4psn
— DD News (@DDNewslive) September 22, 2024
આ પણ વાંચો : QUAD મીટિંગમાં PM Modiએ નામ લીધા વિના ચીનને આપ્યો સ્પષ્ટ મેસેજ; કહ્યું,’અમે કોઈની વિરુદ્ધ નથી’
લોકો હજુ પણ ખાણમાં ફસાયેલા છે…
મીડિયા રિપોર્ટ્સ કહે છે કે ઈરાન (Iran)માં કોલસાની ખાણોમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. સરકારી મીડિયાના નિવેદન અનુસાર, 28 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 24 લોકો અંદર ફસાયેલા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેસ લીકેજને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિજનો અને ઘાયલોને શક્ય તમામ મદદ આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેમણે ઘટનાની તપાસના આદેશો પણ જારી કર્યા છે.
આ પણ વાંચો : Joe Biden એ તેમના નિવાસ પર વડાપ્રધાન મોદીની મહેમાનદારી કરી, અમેરિકામાં મોદીના થયા ભરપૂર વખાણ