+

Bharuch : ચાલુ કાર્યક્રમમાં સાંસદ Mansukh Vasava એ ગુમાવ્યો પિત્તો! અધિકારીઓ પર વિફર્યા! જુઓ Video

Bharuch નાં સાંસદ મનસુખ વસાવા ફરી લાલઘૂમ કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈને અધિકારીઓ પર વિફર્યા વસાવા વિકાસની વાત થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે : વસાવા ભરૂચનાં (Bharuch)…
  1. Bharuch નાં સાંસદ મનસુખ વસાવા ફરી લાલઘૂમ
  2. કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈને અધિકારીઓ પર વિફર્યા વસાવા
  3. વિકાસની વાત થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે : વસાવા

ભરૂચનાં (Bharuch) સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નર્મદા વિકાસ સપ્તાહ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા. કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈ સાંસદે પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે, વિકાસની વાતો થતી હોય અને લોકો ઊભા થઈને જતા રહે છે. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી ? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમમાં જતા નથી.

આ પણ વાંચો – અંકલેશ્વર બાદ Dahod માં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપાયું, દિલ્હી DRI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા!

વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદ લાલઘૂમ

જણાવી દઈએ કે, નર્મદા વિકાસ સપ્તાહ (Narmada vikas Saptah) હેઠળ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચનાં (Bharuch) સાંસદ મનસુખ વસાવાએ હાજરી આપી હતી. પરંતુ, કાર્યક્રમ દરમિયાન જ્યારે સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) ભાષણ આપવા ઊભા થયા ત્યારે ઘણી ખુરશીઓ ખાલી જોઈ હતી. આથી, સાંસદે પિત્તો ગુમાવ્યો હતો અને અધિકારીઓને આડે હાથ લીધા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે, વિકાસની વાતો થતી હોય અને લોકો ઊભા થઈને જતા રહે છે, જેને જવાબદારી સોંપી હોય તેને ધ્યાન રાખવું જોઈએ. હજુ મંત્રી બોલવાના બાકી હોય ત્યા લોકો જતા રહે છે.

આ પણ વાંચો – Surat : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાનાં 1 મહિના બાદ વધુ 3 ની ધરપકડ

અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમમાં જતા નથી : વસાવા

મનસુખ વસાવાએ આગળ કહ્યું કે, અધિકારીઓ પણ સેવાસેતુ કાર્યક્રમમાં જતા નથી. આવા કાર્યક્રમોમાં અધિકારીઓએ પણ જવું જોઈએ. આગામી કાર્યકમોમાં આવું ના થવું જોઈએ. જો કે, મનસુખ વસાવાને લાલઘૂમ થતાં જોઈ મંચ પર બેઠેલા અન્ય મંત્રીઓએ તેમને શાંત થવા જણાવ્યું હતું. મંત્રી ભીખુસિંહ પરમારે (BhikhuSingh Parmar) કહ્યું હતું કે, કેટલાક મિત્રોની બેસી રહેવાની ક્ષમતા ઓછી હોય છે. જ્યારે અન્ય મંત્રીઓએ કહ્યું કે, આપણે મોટું મન રાખવું જોઈએ.

આ પણ વાંચો – Amreli : BJP માં આવ્યા બાદ પ્રથમ વખત પૂર્વ MLA અંબરીશ ડેરને સોંપાઈ આ મોટી જવાબદારી

Whatsapp share
facebook twitter