+

Bharuch : જંબુસર જતી ST બસ અચાનક વરસાદી કાંસમાં ખાબકી, 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

ભરૂચનાં (Bharuch) કારેલીથી જંબુસર જતી ST બસ વરસાદી કાંસમાં ખાબકી અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક જંબુસર હોસ્પિટલમાં ખસેડાયા સ્થાનિકોએ બસમાં સવાર લોકો, વિદ્યાર્થીઓને બહાર કાઢવા…
  1. ભરૂચનાં (Bharuch) કારેલીથી જંબુસર જતી ST બસ વરસાદી કાંસમાં ખાબકી
  2. અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
  3. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક જંબુસર હોસ્પિટલમાં ખસેડાયા
  4. સ્થાનિકોએ બસમાં સવાર લોકો, વિદ્યાર્થીઓને બહાર કાઢવા મદદ કરી

ભરૂચનાં (Bharuch) કારેલી ગામથી જંબુસર જતી મુસાફરોથી ભરેલી ST બસ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ બસમાં વિદ્યાર્થીઓ પણ સવાર હતા. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી. લોકોએ મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્ત 15 જેટલા વિદ્યાર્થીઓને સારવાર અર્થે જંબુસરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Banaskantha : ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 નાં સ્થળ પર મોત

કારેલી ગામથી જંબુસર જતી ST બસ વરસાદી કાંસમાં ખાબકી

ભરૂચ જિલ્લાનાં (Bharuch) કારેલી ગામથી જંબુસર (Jambusar) જતી એસટી બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ બસમાં મુસાફરો સાથે વિદ્યાર્થીઓ પણ સવાર હતા. માહિતી મુજબ, ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં આ એસટી બસ ખાબકી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થયા હતા અને બસમાં સવાર લોકોને બહાર કાઢવા મદદ કરી હતી.

આ પણ વાંચો – Valsad : સુરતનાં પરિવાર માટે ડુંગરી ગામનાં યુવાનો દેવદૂત બન્યા! મોડી રાતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

15 વિદ્યાર્થીઓને ઇજા, હોસ્પિટલમાં દાખલ

માહિતી મુજબ, આ અકસ્માતમાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ થતાં જંબુસર હોસ્પિટલ (Jambusarni Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. જો કે, અકસ્માત પાછળનું સાચું કરાણ શું છે ? તે હાલ જાણી શકાયું નથી. આ મામલે સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

 આ પણ વાંચો – Ahmedabad: મોટેરા વિસ્તારમાં કિરણ મોટર્સ ખાતે ગ્રાહકોએ કારની નનામી કાઢી કર્યો વિરોધ, જાણો કારણ

Whatsapp share
facebook twitter