- Bangladesh થી આવ્યા મોટા સમાચાર
- પૂર્વ PM હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ
- 18 મી નવેમ્બર સુધીમાં હાજર થવા આદેશ
બાંગ્લાદેશ (Bangladesh)થી આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ PM શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ સમાચાર મળતા જ હસીનાની છાવણીમાં હલચલ મચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામને ટાંકીને એક સમાચારમાં જણાવ્યું છે કે જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારની અધ્યક્ષતાવાળી ટ્રિબ્યુનલ કોર્ટે આ આદેશ આપ્યો છે. ફરિયાદ પક્ષે આ સંદર્ભે ટ્રિબ્યુનલમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી અને તેની સામે ધરપકડ વોરંટ જારી કરવાની અપીલ કરવામાં આવી હતી.
#BREAKING
International Crimes Tribunal (ICT) has issued an arrest warrant for former prime minister Sheikh Hasina over mass killings during the Student Movement, Protest in July & August #Hasina#Bengladesh pic.twitter.com/3dwA5hW7T2— Md Tajuddin
(@MdTajmsd) October 17, 2024
આ પણ વાંચો : Bahraich : બે આરોપી સરફરાઝ અને તાલિબનું એન્કાઉન્ટર
18 મી નવેમ્બર સુધી ધરપકડ અને હાજર થવાનો આદેશ…
જણાવવામાં આવી રહ્યું છે કે, આ મામલમાં ટ્રિબ્યુનલે સંબંધિત અધિકારીઓને હસીના અને અન્ય 46 લોકોની ધરપકડ કરીને 18 નવેમ્બર સુધીમાં તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ઓગસ્ટમાં, બાંગ્લાદેશ (Bangladesh)ની વચગાળાની સરકારે કહ્યું હતું કે ટે હસીનાની આગેવાની હેઠળની સરકાર સામે તાજેતર સામૂહિક વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન હત્યામાં સામેલ લોકો સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં કાર્યવાહી કરશે. હસીના સરકારની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશ (Bangladesh)માં ફાટી નીકળેલી હિંસામાં 230 થી વધુ લોકો માર્યા ગયા હત. સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત પ્રણાલી સામે જુલાઈમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ પણ વાંચો : લોરેન્સ ગેંગના શૂટરની પોલીસે કરી ધરપકડ