+

Banaskantha : લવ જેહાદનો ચકચારી કિસ્સો! ગરબે રમવા ગયેલી 1 બાળકની માતાને વિધર્મી ભગાડી ગયો

ડીસામાં ગરબામાં ગયેલી પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો (Banaskantha) ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ થતાં તપાસ હિન્દુ સંગઠનો પણ મથકે પહોંચા, પરિણીતા એક બાળકની માતા પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા પોલીસ…
  1. ડીસામાં ગરબામાં ગયેલી પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો (Banaskantha)
  2. ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ થતાં તપાસ
  3. હિન્દુ સંગઠનો પણ મથકે પહોંચા, પરિણીતા એક બાળકની માતા
  4. પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા પોલીસ મથક પહોંચ્યા

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાંથી ચોંકાવનારો લવજેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. ડીસામાં ગરબા રમવા ગયેલી પરિણીતાને વિધર્મી યુવક ભગાડી લઈ ગયો હતો. પરિણીતાનાં પતિ એ આ મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે જાણ થતાં કેટલાક હિન્દુ સંગઠનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. ડીસાનાં (Deesa) પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવા માગ કરી હતી.

આ પણ વાંચો – Anand : રવિવારે મોડી રાતે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત, એકનું ઘટના સ્થળ પર જ મોત

ગરબામાં ગયેલી પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો

પ્રાથમિક અહેવાલ અનુસાર, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં ડીસા તાલુકામાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા ગયેલી એક પરિણીતાને વિધર્મી યુવક ભગાડી લઈ ગયો હતો. આ મામલે પરિણીતાનાં પતિએ ભગાડી જનાર વિધર્મી યુવક વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે (Deesa South Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા કેટલાક હિન્દુ સંગઠનો પણ પોલીસે મથકે પહોંચ્યા હતા અને પોલીસને ઝડપી કાર્યવાહી કરવા માગ કરી હતી.

આ પણ વાંચો – Ankleshwar Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ…

હિંન્દુ સંગઠનો અને પૂર્વ MLA પોલીસ મથક પહોંચ્યા

માહિતી અનુસાર, પરિણીતા એક બાળકની માતા છે. તાલુકામાં લવજેહાદની (Love Jihad) ઘટના બનતા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા (Shashikant Pandya) પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિધર્મી યુવકની જલદી ધરપકડ કરી પરિણીતાને સહી સલામત તેના પતિને સોંપવા માગ કરી હતી. પોલીસે પણ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. જિલ્લામાં લવજિહાદની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે.

આ પણ વાંચો – રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ

Whatsapp share
facebook twitter