+

Khamenei નો જમણો હાથ ગણાતો આ શખ્સ રહસ્યમય સંજોગોમાં લાપતા…

ઈરાની કુદસ ફોર્સના બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાનીના ગુમ થવાના સમાચાર ઈસ્માઈલ કાની લાપતા થતા ઇરાનમાં ખળભળાટ કાની ઈરાનની લશ્કરી વ્યૂહરચનાનો એક આર્કિટેક્ટ જો કાનીની હત્યા થઇ હશે તો તેની ઈરાનની…
  • ઈરાની કુદસ ફોર્સના બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાનીના ગુમ થવાના સમાચાર
  • ઈસ્માઈલ કાની લાપતા થતા ઇરાનમાં ખળભળાટ
  • કાની ઈરાનની લશ્કરી વ્યૂહરચનાનો એક આર્કિટેક્ટ
  • જો કાનીની હત્યા થઇ હશે તો તેની ઈરાનની તાકાત પર મોટી અસર પડશે

Ayatollah Khamenei : ઇરાનથી જે સમાચાર આવી રહ્યા છે તેનાથી ખળભળાટ મચી ગયો છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઇ (Ayatollah Khamenei)નો જમણો હાથ ગણાતો ઇસ્માઇલ કાની રહસ્યમય રીતે લાપતા છે. ઈરાની કુદસ ફોર્સના બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાનીના ગુમ થવાના સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. તેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લીવાર હિઝબુલ્લાહની તેહરાન ઓફિસમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં બેરૂતમાં ઈઝરાયેલની એરસ્ટ્રાઇક બાદ તેનો કોઈ પત્તો નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વાતો સામે આવી છે.

સુલેમાનીના મૃત્યુ પછી, કાનીએ તેનું સ્થાન લીધું હતું

ઈસ્માઈલ કાનીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઇનો જમણો હાથ માનવામાં આવે છે. એર સ્ટ્રાઈકમાં ઈરાનના સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાનીના મોત બાદ ઈસ્માઈલ કાનીએ તેમની જગ્યા લીધી હતી. ઈઝરાયલી મીડિયાને શંકા છે કે તે ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઘાયલ થયો હોઈ શકે છે, જ્યારે ઘણા મીડિયા હાઉસ તેના મૃત્યુની શક્યતા વિશે પણ વાત કરી રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો—Iran Attack:ઈઝરાયની મોટી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો,નેતન્યાહૂ-મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધ

ઈરાનની લશ્કરી વ્યૂહરચનાનો એક આર્કિટેક્ટ

2020 માં કાસિમ સુલેમાનીની હત્યા પછી, કાનીને તેના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે ઈરાનની લશ્કરી વ્યૂહરચનાનો એક આર્કિટેક્ટ રહ્યો છે. કાનીના ગુમ થવાથી ઈરાનમાં તણાવ વધી શકે છે.

ગુરુવારથી કોઈ સંપર્ક નથી

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ઈરાનના ટોચના અધિકારીઓને પણ ઈસ્માઈલ કાની ક્યાં છે અને તેની સાથે શું થયું છે તેની જાણ નથી. ગુરુવારથી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. ઈસ્માઈલ કાની કેટલો મહત્વનો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહને દરેક રીતે સમર્થન કરતો હતો.

જો કાનીની હત્યા થઇ હશે તો તેની ઈરાનની તાકાત પર મોટી અસર પડશે

નિષ્ણાતોનું માનવું છે કે જો કાનીની હત્યા થઇ હશે તો તેની ઈરાનની તાકાત પર મોટી અસર પડશે કારણ કે કાની ઈરાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈઝરાયેલ પર હુમલો કરવાથી લઈને હિઝબુલ્લાહ અને હમાસને સમર્થન આપવા અને તેમને હથિયારો પૂરા પાડવા સુધીની દરેક બાબતમાં ઈસ્માઈલની ભૂમિકા મહત્વની રહી છે.

આયતુલ્લાહ ખામેનેઇ ઇસ્માઇલ કાની દ્વારા તેમના નિર્દેશો મેળવતા હતા

એવું કહેવાય છે કે આયતુલ્લાહ ખામેનેઇ ઇસ્માઇલ કાની દ્વારા તેમના નિર્દેશો મેળવતા હતા અને તે જ કાની છે જે યમનમાં હુથી અને ઇરાકી મિલિશિયા તેમજ મધ્ય પૂર્વના આતંકવાદી જૂથો સાથે વાત કરે છે.

આ પણ વાંચો-Israel-Hezbollah: બેઉ બળિયા હવે બથ્થંબથ્થા ઉપર..એકબીજા પર સતત હુમલા…

Whatsapp share
facebook twitter