+

Cyclone : વાવાઝોડાનું નામ “આસના” કોણે રાખ્યું….?

આસના નામનું આ વાવાઝોડું 1976 પછી ઓગસ્ટમાં આવેલું પહેલું વાવાઝોડું વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ઓમાનના કિનારા તરફ આગળ વધશે ચક્રવાતનું નામ “આસના” રાખવામાં આવ્યું “આસના” નામ…
  • આસના નામનું આ વાવાઝોડું 1976 પછી ઓગસ્ટમાં આવેલું પહેલું વાવાઝોડું
  • વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ઓમાનના કિનારા તરફ આગળ વધશે
  • ચક્રવાતનું નામ “આસના” રાખવામાં આવ્યું
  • “આસના” નામ પાકિસ્તાને સૂચવ્યું છે.

Cyclone : આ વખતે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડું (Cyclone ) સર્જાઈ રહ્યું છે. આજે શુક્રવારે આ વાવાઝોડું અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બનવા જઈ રહ્યું છે. આસના નામનું આ વાવાઝોડું 1976 પછી ઓગસ્ટમાં આવેલું પહેલું વાવાઝોડું હશે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાંથી ઓમાનના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. IMD અનુસાર, આ ચક્રવાતી વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ ઓમાનના કિનારા તરફ આગળ વધશે. ચક્રવાતનું નામ “આસના” રાખવામાં આવ્યું છે, જેનું નામ પાકિસ્તાને સૂચવ્યું છે.

ચક્રવાતી તોફાન આસમાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન શુક્રવાર સુધીમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન આસમાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. શુક્રવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની અને ત્યારબાદ ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચોCyclone: કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ

હવામાન વિભાગે કહ્યું કે દુર્લભ ચક્રવાત

હવામાન વિભાગે કહ્યું કે 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં સર્જાતું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. IMD એ જણાવ્યું હતું કે, “ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડું પેદા થું એક દુર્લભ છે.” 1944નું ચક્રવાત પણ અરબી સમુદ્રમાં ઉદભવ્યા બાદ વધુ તીવ્ર બન્યું હતું અને બાદમાં મધ્ય મહાસાગરમાં નબળું પડ્યું હતું. 1964 માં, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નાનું ચક્રવાત વિકસિત થયું અને દરિયાકાંઠાની નજીક નબળું પડ્યું. એ જ રીતે, છેલ્લા 132 વર્ષો દરમિયાન બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનામાં આવી કુલ 28 સિસ્ટમો બની છે.

‘અરબી સમુદ્ર પર સ્થિતિ ઉગ્ર બનવા માટે અનુકૂળ છે’

IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં જે ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે તે અરબી સમુદ્રમાં ચક્રવાતમાં પરિવર્તિત થવા માટે વધુ સાનુકૂળ સ્થિતિ જોવા મળશે. જેનાથી સમુદ્રમાંથી ઉર્જા અને બળતણ મળશે. હવાનો પ્રવાહ ઓછો છે. મેઇડન જુલિયન ઓસિલેશન અનુકૂળ સ્થિતિમાં છે. અરબી સમુદ્રમાં ઉગ્ર બનવા માટે સ્થિતિઓ અનુકૂળ છે ‘આસના’ ચક્રવાતને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સામાન્ય કરતાં વધુ વરસાદ

આઇએમડીના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, વર્તમાન વાવાઝોડાની અસામાન્ય બાબત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેની તીવ્રતા એટલી જ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પરના ડીપ ડિપ્રેશનને કારણે પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. IMDના ડેટા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આ વર્ષે 1 જૂનથી 29 ઓગસ્ટ વચ્ચે 799 mm વરસાદ નોંધાયો છે, જે સમાન સમયગાળા દરમિયાન સામાન્ય 430.6 mm વરસાદની સામે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 86 ટકા વધુ વરસાદ થયો હતો.

આ પણ વાંચો– Depression હવે બનશે વાવાઝોડું..ગુજરાત પર બેવડી આફત..

Whatsapp share
facebook twitter