- સોજીત્રા GIDC નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના
- બેફામ જતી એક કારે અન્ય બે કારને મારી જોરદાર ટક્કર
- બે કાર સામસામે ભટકાઈ, એક નું ઘટના સ્થળે જ મોત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આણંદ (Anand) જિલ્લાનાં સોજીત્રા GIDC નજીક ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. બેફામ આવતા એક કારચાલકે અન્ય બે કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને કારનાં ફૂરચેફૂરચા બોલાઈ ગયા છે. જ્યારે, એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – Ankleshwar Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ…
સોજીત્રા GIDC નજીક ટ્રીપલ અકસ્માત
આણંદ (Anand) જિલ્લાનાં સોજીત્રા GIDC નજીક (Sojitra GIDC) રવિવારે મોડી રાતે ટ્રીપલ અકસ્માતની ગમખ્વાર ઘટના બની હતી. બેફામ આવતી એક કારે અન્ય બે કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બંને કાર ફંગોળાઈ હતી અને સામસામે ભટકાઈ હતી. આ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને (Triple Accident) તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ
– સોજીત્રા GIDC નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના
– બેફામ જતી એક કારે અન્ય બે કારને મારી જોરદાર ટક્કર
– બે કાર સામસામે ભટકાઈ, એક નું ઘટના સ્થળે જ મોત
– ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
– સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી#Anand #SojitraGIDC #RoadAccident…— Gujarat First (@GujaratFirst) October 14, 2024
અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત
મોડી રાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે સ્થળ પર સ્થાનિકોનાં ટોળેટોળા દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસની (Sojitra Police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મૂકી આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રવિવારે મોડી રાતે ટ્રીપલ અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
આ પણ વાંચો – Bhuj: ફિલ્મી કહાની લાગે તેવી હકીકતની વારદાત, પ્રેમી યુગલે કર્યું મગજ ચકરાઈ જાય તેવું કારસ્તાન