- કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત
- Mi-17 હેલિકોપ્ટર એક જૂના હેલિકોપ્ટરને હેંગ કરીને પાછું લાવી રહ્યું હતું
- ખામીયુક્ત હેલિકોપ્ટર ડિસબેલેન્સ થઇ જતાં તેને રામબાડા નજીક આકાશમાંથી છોડી દેવુ પડ્યું
Kedarnath : કેદારનાથ (Kedarnath) ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર એક જૂના હેલિકોપ્ટરને હેંગ કરીને પાછું લાવી રહ્યું હતું, ત્યારે ખામીયુક્ત હેલિકોપ્ટર ડિસબેલેન્સ થઇ જતાં તેને રામબાડા નજીક આકાશમાંથી છોડી દેવુ પડ્યું હતું.
હેલિકોપ્ટર ક્રેશ
પ્રાપ્ત માહિતી અનુસાર, 24 મે, 2024 ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, તે આજે સવારે ક્રેશ થયું હતું. હેલીને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહી હતી. આ સમય દરમિયાન MI 17 ડિસબેલેન્સ થઇ ગયું હતું.
આ પણ વાંચો—–Vande Bharat Trains : PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી; જાણો રૂટ, સ્ટોપેજ અને સમય
પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું
ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધુ હતું. જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં 24 મે, 2024ના રોજ ટેક્નિકલ ખામીના કારણે પાયલટની સમયસૂચકતાના કારણે હેલીનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
Kedarnathમાં હેલિકોપ્ટર ક્રેશના LIVE દ્રશ્યો | Gujarat First
કેદારનાથમાં એક હેલિકોપ્ટર નદીમાં પડી ગયું છે. કેદારનાથમાં ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને અન્ય હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના ઘટી.#KedarnathHelicopterCrash #HelicopterAccident #KedarnathNews… pic.twitter.com/dUvuqd5xcV
— Gujarat First (@GujaratFirst) August 31, 2024
હેલીમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ
પાયલોટની બુદ્ધિમત્તાના કારણે હેલીમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું. થોડે દૂર પહોંચતા જ MI 17 એ હેલીના વજન અને પવનની અસરને કારણે તેનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું, જેના કારણે હેલિકોપ્ટર જ્યારે નજીક પહોંચ્યું ત્યારે તેને MI 17 પરથી આકાશમાંથી છોડવું પડ્યું.
SDRF says, “Today, the SDRF rescue team received information through Police post Lincholi that a faulty helicopter of a private company, which was being towed by another helicopter from Shri Kedarnath helipad to Gochar helipad, fell into the river at Lincholi near Tharu Camp. The… https://t.co/KyXzecudMN pic.twitter.com/vPuXMh6vwI
— ANI (@ANI) August 31, 2024
હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો.
આકાશમાંથી છોડી દેવાયેલા આવેલા હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ એસડીઆરએફના જવાનોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.
હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે MI 17 એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું,
પર્યટન અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે હેલીને ગૌચર એરસ્ટ્રીપ પર રિપેર કરાવવા માટે લઈ જવાની યોજના હતી, જે મુજબ ક્રિસ્ટલ એવિએશનની હેલીને એરફોર્સના એમઆઈ 17 હેલિકોપ્ટરથી લટકાવીને સવારે લગભગ 7 વાગ્યે ગૌચર લઈ જવાનું હતું.. સવારે થોડે દૂર પહોંચતાની સાથે જ હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે MI 17 એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું, જેના કારણે થરુ કેમ્પની નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરને MI 17 પરથી નીચે ઉતારવું પડ્યું. હેલીમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને હેલી ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો–—AP : વિજયે તેની ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી ગર્લ્સ હોસ્ટેલમાં કેમેરા …