+

Amreli : BJP મહામંત્રી પર હિચકારો હુમલો થતાં ચકચાર! LCB, SOG, ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

અમરેલી સાવરકુંડલા ભાજપ મહામંત્રી પર હિચકારો હુમલો હુમલામાં ચેનત માલાણીને પગ અને માથાનાં ભાગે ઈજાઓ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ થતાં કાર્યવાહી શરૂ અમરેલી (Amreli)…
  1. અમરેલી સાવરકુંડલા ભાજપ મહામંત્રી પર હિચકારો હુમલો
  2. હુમલામાં ચેનત માલાણીને પગ અને માથાનાં ભાગે ઈજાઓ
  3. ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં
  4. 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ થતાં કાર્યવાહી શરૂ

અમરેલી (Amreli) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સાવરકુંડલા (Savarkundla) તાલુકા ભાજપનાં મહામંત્રી હર હિચકારો હુમલો થયો છે. BJP મહામંત્રી ચેતન માલાણી પર આ હુમલો થયો છે. હુમલાનાં કારણે ચેતન માલાણીને પગ અને માથાનાં ભાગે ઈજાઓ થઈ છે. આથી, તેમણે ભાવનગરની (Bhavnagar) ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે 2 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર…! : જશપાલસિંહ

મહામંત્રી ચેતન માલાણી પર હિચકારો હુમલો

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમરેલી (Amreli) જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં BJP મહામંત્રી ચેતન માલાણી (Chetan Malani) પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં ચેતન માલાણીને પગ અને માથાનાં ભાગે ઇજાઓ થતાં તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ કેસમાં હુમલાખોર વજાભાઈ જોગરાણા અને દેવરાજ જોગરાણા સામે ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો – Prantij : કાર પલટી ગયા બાદ દોઢ કરોડની સનસનીખેજ લૂંટ…

2 શખ્સો સામે પોલીસ ફરિયાદ થતાં શોધખોળ આદરી

માહિતી મુજબ, ભાજપનાં (BJP) મહામંત્રી ચેતન માલાણીનાં હાથ અને પગમાં ફ્રેકચર અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. જો કે, કોઈ ખતરાની વાત નથી. આ કેસમાં અમરેલી એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) સહિત રૂલર પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હુમલા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. જો કે, ભાજપનાં જ રાજમાં ભાજપનાં મહામંત્રી પર હિચકારા હુમલાથી ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો – Ahmedabad : કપડાંનાં ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

Whatsapp share
facebook twitter