+

Amreli:લાંબા વિરામ બાદ લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલીના લીલીયા પંથકમાં શરૂ થયો વરસાદ લાઠી બાદ લીલીયા પંથક વિસ્તારોમાં વરસાદ લીલીયાના અંટાળીયા સહિતના ગામોમાં વરસાદ હવામાન વિભાગની આગાહી બાદ લીલીયામાં મેઘમહેર Amreli Rain:અમરેલીના લીલીયામાં ધોધમાર (Amreli Rain) વરસાદ…
  • અમરેલીના લીલીયા પંથકમાં શરૂ થયો વરસાદ
  • લાઠી બાદ લીલીયા પંથક વિસ્તારોમાં વરસાદ
  • લીલીયાના અંટાળીયા સહિતના ગામોમાં વરસાદ
  • હવામાન વિભાગની આગાહી બાદ લીલીયામાં મેઘમહેર

Amreli Rain:અમરેલીના લીલીયામાં ધોધમાર (Amreli Rain) વરસાદ શરૂ થયો છે.જેમાં લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે.પુંજાપાદર,અંટાળીયા,નાનાલિલિયામાં વરસાદ આવતા ખેડૂતો (Farmers)ને રાહત થઇ છે.હવામાન વિભાગની આગાહી (Meteorological Department) ના પગલે આજે બપોર બાદ લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારા અને ગરમી વચ્ચે લીલીયાના અંટાળીયા, નાનાલિલિયા, પુંજાપાદર , સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે.

વરસાદના આગમનથી ખેડૂતોમા ખુશી માહોલ

લાંબા વિરામ બાદ આજે વરસાદના આગમનથી ખેડૂતોમા ખુશી જોવા મળી છે. વરસાદથી કપાસ, બાજરી, મગફળી, તલ સહિતના પાકોને ફાયદો થશે. તેમજ વડોદરામાં બફારા બાદ વરસાદનું આગમન થયુ છે. જેમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરાના રાવપુરા, કારેલીબાગમાં વરસાદ આવ્યો છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વડોદરામાં બફારા બાદ આખરે વરસાદનું આગમન થયુ છે. સતત 8 દિવસથી બફારાનું સામ્રાજ્ય હતુ. જેમાં બપોર બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. રાવપુરા, કારેલીબાગ, દાંડિયા બજાર વિસ્તારમાં ધીમો વરસાદ છે.

આ પણ  વાંચો Gujarat: કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, 26 થી 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં શિયરઝોનને લીધે વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ  વાંચો Surat માં લેપ્ટોસ્પાયરોસિસના વધુ બે કેસ નોંધાયા, જાણો કેવી રીતે ફેલાય છે આ રોગ

ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 26 સપ્ટેમ્બરે પણ અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Whatsapp share
facebook twitter