- મનપાની સામે જ દેશી દારૂની થેલીઓનો ઢગલો જોવા મળ્યો
- દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
- અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ
Amdavad Municipal Corporation : દેશાના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની દર વર્ષે 2 ઓક્ટોબરે જન્મજંયતી ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 2 ઓક્ટોબરે ગાંધી જ્યંતિને ઉજવવામાં આવશે. તો ગાંધી બાપુ માટો વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ મહાત્મા ગાંધીની સિદ્ધિઓ અને સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનો પણ છે.પરંતુ અમદાવાદમાં ગાંધી જ્યંતિના દિવસે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગાંધી જ્યંતિના દિવસે અમદાવાદમાં મનપાની સામે જ દેશી દારૂની થેલીઓનો ઢગલો જોવા મળ્યો હતો. અમદાવાદની મનપાની ઓફિસ અને મુખ્યમાર્ગો વચ્ચે દેશી દારૂની થેલીઓ સુકવવામાં આવી હતી. તો દેશી દારૂની થેલીઓ રસ્તા પર સુકવતા સ્થાનિકો પરેશાન થયા હતાં. તે ઉપરાંત દેશી દારૂની થેલીઓની દુર્ગંધથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવક અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, વીડિયો કોલના મારફતે….
Amdavadમાં દારૂબંધી ના લીરેલીરા ઉડયા | Gujarat First
– બાપુની જન્મજ્યંતિ સમયે j આવ્યા દ્રશ્યો સામે– મુખ્ય માર્ગ અને કોર્પોરેશન ઓફિસ સામે દારૂની થેલીઓ
– હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ સૂકવવા મૂકી
– જાહેર માર્ગ પર પસાર થતા લોકો દુર્ગધ થી પરેશાન..
– હજારો ની સઁખ્યામા ખાલી થેલીઓ તો… pic.twitter.com/dxsvHUg3QL— Gujarat First (@GujaratFirst) October 2, 2024
અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ
જોકે હજારોની સંખ્યામાં અમદાવાદની મનપાની સામે દારૂની થેલીઓ સૂકવવામાં આવી હતી. તેના કારણે રસ્તા થતા વાહનવ્યવહારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ એ પણ સવાલો ઉભા થયા છે કે, જો આ હજારોની સંખ્યામાં દારૂની થેલીઓ સૂકવવામાં આવી રહી છે. તો દારૂનું વેચાણ કેટલા પ્રમાણમાં થયું છે. તેના કારણે મનપા સહિત અમદાવાદ પોલીસ પણ સવાલોના ચક્રવ્યૂહમાં ફસાઈ છે.
આ પણ વાંચો: Chhota Udepur : નવરાત્રીમાં અભયમની ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે
.