+

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે

18 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે રૂપિયા 1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે 23 ઓગસ્ટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી…
  1. 18 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે
  2. રૂપિયા 1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે
  3. 23 ઓગસ્ટે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે
  4. ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાત આવવાનાં છે. 18 મી ઓગસ્ટે અમિત શાહ અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવશે અને રૂપિયા 1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પણ ગુજરાત આવવાનાં છે. ખડગે 23 ઓગસ્ટે અમદાવાદ આવશે અને ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનાં સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો – Gujarat Politics : BJP નાં વધુ એક પત્રિકા કાંડે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચાવ્યો! નેતાઓ પર ગંભીર આક્ષેપ

અમિત શાહ રૂ. 1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે

દેશના બે દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવવાનાં છે. માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાત આવશે. 18 મી ઓગસ્ટે એટલે કે રવિવારે અમિત શાહ અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 1003 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાત દરમિયાન રવિવારે સવારે 9.30 કલાકે સિંધુ ભવન પર ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકશે. ત્યાર બાદ સવારે 10.30 કલાકે મકરબા (Makarba) સ્વિમિંગ પુલનું લોકર્પણ કરશે. ઉપરાંત, વેજલપુર વિસ્તારમાં જાહેરસભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ (Dewang Dani) જણાવ્યું હતું.

આ પણ વાંચો – Surat : 15 ઓગસ્ટ પહેલા SOG ને મળી હતી મોટી સફળતા, શહેર પો. કમિશનરે ખુદ આપી ચોંકાવનારી માહિતી!

ન્યાય યાત્રાનાં સમાપન કાર્યક્રમમાં ખડગે હાજરી આપશે

બીજી તરફ કોંગ્રેસનાં (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પણ ગુજરાતની મુલાકાતે આવશે. માહિતી મુજબ, 23 ઓગસ્ટનાં રોજ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવવાના છે. ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનાં (Congress Nyaya Yatra) સમાપન કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજરી આપશે. જણાવી દઈએ કે, 9 જુલાઈથી મોરબી (Morbi) ખાતેથી શરૂ થયેલી ન્યાય યાત્રાનું અમદાવાદ (Ahmedabad) ખાતે સમાપન થશે. ન્યાય યાત્રાનાં સમાપનમાં મલ્લિકાર્જુન ખડગે સભાને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik) પણ ગુજરાતની મુલાકાતે છે. આજે પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફર્સની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), અમિત ચાવડા, જગદિશ ઠાકોર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનમાં યોગ્ય ફેરફાર અંગે ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચો – Ganesh Gondal : ગણેશભાઈ એકાદ દિવસમાં આવે છે : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ

Whatsapp share
facebook twitter