+

Ahmedabad : એક વર્ષથી માઉન્ટ કાર્મેલ સ્કૂલનાં બાંધકામને લઈ ચાલી રહ્યો છે વિવાદ, હકીકત જાણવા પહોંચ્યું Gujarat First

નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભાવી અંગે પ્રશ્નાર્થ ગુજરાત ફર્સ્ટએ શાળામાં હકીકત જાણવા પ્રયાસ કર્યો કોઈપણ એન્ગલથી શાળાનું બાંધકામ જર્જરિત નથી- વાલીઓ અમદાવાદનાં (Ahmedabad) નવરંગપુરા વિસ્તારની માઉન્ટ કાર્મેલ…
  1. નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભાવી અંગે પ્રશ્નાર્થ
  2. ગુજરાત ફર્સ્ટએ શાળામાં હકીકત જાણવા પ્રયાસ કર્યો
  3. કોઈપણ એન્ગલથી શાળાનું બાંધકામ જર્જરિત નથી- વાલીઓ

અમદાવાદનાં (Ahmedabad) નવરંગપુરા વિસ્તારની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં (Mount Carmel School) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ભાવી અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કારણ કે, છેલ્લા 1 વર્ષથી શાળાનાં બાંધકામને લઈ ચાલી રહેલા વિવાદ મામલે શાળા પ્રશાસન વાલીઓને સતત ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનાં આરોપ થઈ રહ્યા છે. જ્યારે, બીજી તરફ વાલીઓનું કહેવું છે કે, કોઈપણ એન્ગલથી શાળાનું બાંધકામ જર્જરિત નથી. જો કે, આ મામલે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) શાળાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો – Rajkot : જાહેરમાં આતંક મચાવનાર ભગવાધારીનાં આશ્રમ પહોંચી Gujarat First ની ટીમ, થયો મોટો ઘટસ્ફોટ

ગુજરાત ફર્સ્ટે શાળાનાં બાંધકામની હકીકત જાણવા પ્રયાસ કર્યો

અમદાવાદનાં (Ahmedabad) નવરંગપુરા (Navarangpura) વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં બાંધકામ બાબતે વિવાદ થતાં ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમ હકીકત જાણવા માટે શાળાએ પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટે જ્યારે શાળાનાં સંચાલકોને સવાલ કર્યો કે એમના મત પ્રમાણે જર્જરિત બાંધકામ કેવું હોય ત્યારે જવાબ મળ્યો કે તેમને ખબર જ નથી. શાળા સંચાલકો દ્વારા GERI મારફતે એક રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 89 ટકા બાંધકામ જોખમી છે. પરંતુ, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે શાળાનાં અલગ-અલગ હિસ્સામાં તસવીરો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે એક પણ સ્થાન પર કોઈપણ પ્રકારની તિરાડ કે જર્જરિત અવસ્થામાં બાંધકામ હોય એવી કોઈ નિશાની મળી ન હતી.

આ પણ વાંચો – Bharti Ashram Vivad : કીર્તિ પટેલનાં આરોપો બાદ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ રડતા-રડતા કરી સ્પષ્ટતા, ઋષિભારતી બાપુએ પણ કહી આ વાત

અન્ય પ્રતિષ્ઠિત સંસ્થા મારફતે તપાસ કરાવવી જોઈએ : વાલીઓ

બીજી તરફ વાલીઓનો આરોપ છે કે શાળા પ્રશાસન (School Administration) શાળા બંધ કરવાની ફિરાકમાં છે, જેથી આ પ્રકારે ખોટો અને ફેબ્રિકેટેડ રિપોર્ટ કરાવ્યો છે. વાલી પ્રતિનિધિઓ શાળાનાં બાંધકામ બાબતે કોઈ પ્રતિષ્ઠિત સરકારી સંસ્થા મારફતે ફરીથી રિપોર્ટ કરાવવાની માગ કરી રહ્યા છે, પરંતુ શાળા સંચાલકો આ મામલે આનાકાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, માઉન્ટ કાર્મેલ શાળામાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ હવે આ વિદ્યાર્થીઓના ભાવી સામે જોખમ ઊભું થયું છે. કારણ કે, સંચાલકો શાળાનું બાંધકામ ઉપયોગમાં લેવા લાયક નથી તેવું રટણ કરી રહ્યા છે. વાલીઓને તેમના બાળકો આ શાળામાં આગળનો અભ્યાસ કરી શકશે કે કેમ ? તેવા સવાલ થઈ રહ્યા છે. વાલીઓનો આરોપ છે કે શાળામાં સંચાલકો કોઈ સંતોષકારક જવાબ નથી આપી રહ્યા અને માત્ર ગોળ ગોળ વાતો કરી રહ્યા છે.

આ પણ વાંચો – Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી પરેશ રાદડિયાનાં આગોતરા જામીન ફગાવાયા, ધરપકડને લઈ અનેક સવાલ

Whatsapp share
facebook twitter