+

Ahmedabad : શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જનજાગૃતિ માટે HC નાં જજે બીડું ઊઠાવ્યું! જુઓ પ્રેરણાદાયક તસવીર

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ જાગૃતિની નવીન તસવીર ખુદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા જિલ્લા સેશન્સ ન્યાયાધીશ કે.એમ સોજીત્રા પણ કાર્યક્રમ માં રહ્યા ઉપસ્થિત અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિકની સમસ્યા દિવસેને…
  1. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ જાગૃતિની નવીન તસવીર
  2. ખુદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા
  3. જિલ્લા સેશન્સ ન્યાયાધીશ કે.એમ સોજીત્રા પણ કાર્યક્રમ માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બની રહી છે. ટ્રાફિકની સમસ્યાનાં (Traffic Problem) ઉકેલ માટે સરકાર અને ટ્રાફિક વિભાગને હાઈકોર્ટે (Gujarat High Court) પણ અગાઉ અનેક વખત ટકોર કરી છે. પરંતુ, તેમ છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા જસની તસ છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ જાગૃતિ અંગેની નવીન તસવીર સામે આવી છે. ખુદ ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા છે.

આ પણ વાંચો –Kheda : વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ

ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ (Ahmedabad) શહેરની જટિલ સમસ્યાઓ પૈકી એક સતત વધી રહેલા ટ્રાફિકની છે. જો કે, સરકાર અને ટ્રાફિક વિભાગ (Ahmedabad Traffic Department) દ્વારા સમયાંતરે લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ, તેમ છતાં સમસ્યાનો હાલ પણ કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ (Gujarat High Court Judge) ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં જોડાયા છે અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું અનુસરણ કરવા અપીલ કરી છે. માહિતી મુજબ, કોર્ટ સ્ટાફ- RTO અને પોલીસ વિભાગનાં અધિકારીઓ, જવાનો આ ટ્રાફિક અવરનેસ કાર્યક્રમમાં જોડાયા છે. સાથે જ જિલ્લા સેશન્સ ન્યાયાધીશ કે. એમ સોજીત્રા (District Sessions Judge K. M Sojitra) પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો –Teachers’ Day 2024 : આજે દેશભરનાં 16 શિક્ષકને અપાશે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’, ગુજરાતમાંથી એકમાત્ર ટીચર થશે સન્માનિત

રોડ અકસ્માતનાં વધતા બનાવોને લઈ HC નારાજ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા (Ahmedabad Traffic Problem) ગંભીર બની છે. હેલ્મેટ અને અન્ય ટ્રાફિક નિયમોનાં પાલનનાં અભાવે એસ. જી. હાઇવે સહિત શહેરનાં વિવિધ વિસ્તારમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1 વર્ષ પહેલાં બેદરકારીપૂર્વક અને પૂરઝડપે લક્ઝુરિયસ કાર હંકારતા નબીરા તથ્ય પટેલે (Tathya Patel Case) એક સાથે 9 લોકોને કચડ્યા હતા, જેના કારણે તમામનું મોત નીપજ્યું હતું. સતત સામે આવતા રોડ અકસ્માતનાં બનાવોને લઈને હાઇકોર્ટે પણ અનેક વખત તંત્રને ફટકાર લગાવી છે.

આ પણ વાંચો –Chhotaudepur: સફળતા પાછળ ગુરુઓઓ અમૂલ્ય ફાળો, વિદ્યાર્થી માટે હંમેશા સર્વશ્રેષ્ઠ છે આ શિક્ષક

Whatsapp share
facebook twitter