- AMC ની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક યોજાઈ
- ફાયર વિભાગમાં ભરતી અંગે લેવાયો નિર્ણય
- પરકોલેટિંગ વેલ અને ખંભાતી કૂવા માટે ગ્રાન્ટ મળશે
- મોન્ટેકાર્લો અને ગોટિલા ગાર્ડન માટે ફી પોલિસી જાહેર
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ફાયર વિભાગમાં ભરતી, ખંભાતી કૂવા માટે ગ્રાન્ટ અને મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પરના ગોટિલા ગાર્ડનમાં ફી પોલિસી સામેલ છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીનાં (Standing Committe) ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપી હતી.
ફાયર વિભાગમાં 37 જગ્યાઓ ઊભી કરાશે : દેવાંગ દાણીએ
AMC ની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ (Dewang Dani) પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, શહેરી વિસ્તાર વધતા મનપાએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ફાયર વિભાગની 37 જગ્યાઓ (Fire Department Recruitment) ઊભી કરવા અંગે નિર્ણય કરાયો છે. આ નિર્ણય હેઠળ એડિ. ચીફ ફાયર ઓફિસર અને ડે. ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરાશે. સાથે જ 4 ડિવિઝનલ ફાયર ઓફિસર, 7 સ્ટેશન ઓફિસર, 7 સબ ઓફિસર, 7 ફાયરમેન જેવી જગ્યાઓ માટે ભરતી કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિંધુભવન રોડ પર આવેલા સુવિધા યુક્ત મોન્ટેકાર્લો અને ગોટીલા ગાર્ડન ખાતે ગાર્ડન કમિટીએ જે 10 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરી છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, આ બગીચામાં ચાલવા આવનારા માટે સવારે 6 થી 10 ના સમયગાળામાં પ્રવેશ ફી માફી જાહેર કરવામાં આવી છે,… pic.twitter.com/2YpY3iKfBe
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 26, 2024
આ પણ વાંચો – Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં ? હવામાન નિષ્ણાતે કરી આ આગાહી
પરકોલેટિંગ વેલ અને ખંભાતી કૂવા માટે ફંડ અપાશે
ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટીમાં (Standing Committe) અમદાવાદમાં (Ahmedabad) ખંભાતી કૂવા માટે કોર્પોરેટર ગ્રાન્ટ ફાળવવા અંગે પણ નિર્ણય કરાયો છે. અત્યાર સુધી પ્રાથમિક સુવિધાનાં કામો માટે જ બજેટ અપાતું હતું. પરંતુ હવે, સોસાયટીમાં પરકોલેટિંગ વેલ અને ખંભાતી કૂવા (Khambati well) માટે પણ કોર્પોરેટર 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી બજેટ આપી શકશે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને ભૂગર્ભ જળ બચાવી શકાય તે ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેને જણાવ્યું કે, નાગરિકોને કુવા બનાવવા માટે યોગ્ય ફંડ મળી રહેશે.
આ પણ વાંચો – Ahmedabad : IIM કેમ્પસની હોસ્ટેલમાં 24 વર્ષીય વિધાર્થીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પરનાં ગોટિલા ગાર્ડન માટે ફી પોલિસી જાહેર
બીજી તરફ મોન્ટેકાર્લો અને સિંધુભવન રોડ પરનાં ગોટિલા ગાર્ડન (Gotila Garden Fee) ફી પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, 70 વર્ષથી ઉપરનાં અને 5 વર્ષ સુધીનાં બાળકો માટે કોઇ ચાર્જ વસૂલવામાં નહીં આવે. જ્યારે 5 વર્ષથી 12 વર્ષનાં બાળકો માટે 5 રૂપિયા ચાર્જ અને શૈક્ષણિક પ્રવાસે આવતા બાળકોને માત્ર એક રૂપિયાનું ટોકન લેવાનું રહેશે. ગાર્ડનમાં મુલાકાતીઓ માટે રૂ. 10 ચાર્જ નક્કી કરાયો છે. સવારે 6 થી 10 સુધી ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આગામી 15 દિવસ બાદ આ ચાર્જનો અમલ કરવામાં આવશે. વાર્ષિક પાસ પર 1 માસનું કન્સેશન AMC દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો – Bhavnagar : તમિલનાડુ પાસિંગની મુસાફરોથી ભરેલી બસ નાળામાં ખાબકી, 8 તરવૈયાઓને લઈ રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ ફસાઈ