+

Ahmedabad : નવરાત્રિ પહેલા અલગ-અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો!

નવરાત્રિ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા ગેરકાયદે હથિયાર અને કારતૂસ સાથે 5 ઇસમોની ધરપકડ અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાંથી કરાઈ ધરપકડ પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત નવરાત્રિને…
  1. નવરાત્રિ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા
  2. ગેરકાયદે હથિયાર અને કારતૂસ સાથે 5 ઇસમોની ધરપકડ
  3. અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાંથી કરાઈ ધરપકડ
  4. પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત

નવરાત્રિને પર્વને (Navratri Festival 2024) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch) મોટી સફળતા મળી છે. ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે ક્રાઇમ બ્રાન્ચે 5 ઇસમોની ધરપકડ કરી છે. અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમે આ કાર્યવાહી કરી પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો – Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી

શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

નવરાત્રિ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) ટીમે મોટી કાર્યવાહી કરી છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું હતું. આ કાર્યવાહી હેઠળ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે કુલ 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ, તમંચા, કારતૂસ અને દેશી તમંચા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઇડરથી 5 દેશી પિસ્તોલ લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો – Rajkot Gamezone fire : કલાકોની સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને આપ્યો મોટો ઝટકો!

અગાઉ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ પકડાયા હતા ગેરકાયદે હથિયાર

જણાવી દઈએ કે, અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી. 25 સપ્ટેમ્બર 2024 નાં રોજ ગેરકાયદે હથિયાર (Illegal Weapons) પકડાયા હતા. ત્યારે પણ ક્રાઈમ બ્રાન્ચની (Ahmedabad) બે ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ મામલે પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને હથિયાર ક્યાંથી લાવ્યા ? કેવી રીતે લાવ્યા ? પ્લાન શું હતો ? સહિતની માહિતી મેળવવા કાર્યવાહી આદરી છે.

આ પણ વાંચો – Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન ‘અસુર’ માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

Whatsapp share
facebook twitter