- Assam માં એક મોટા સમાચાર સામે આવ્યા
- Diblong સ્ટેશન પાસે ટ્રેન પાટા પરથી ઉતરી
- આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી – રેલ્વે પ્રવક્તા
આસામ (Assam)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં Diblong સ્ટેશન પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ટે અગરતલા-લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન છે. આ અકસ્માત ગુરુવારે બપોરે 3.55 કલાકે થયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ટ્રેનના 8-10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
રાહત કાર્ય ચાલુ…
અગરતલા અને મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેન Diblong સ્ટેશન પરથી પસાર થતી વખતે પાટા પરથી ઉતરી ગઈ હતી. પાટા પરથી ઉતારવાનું કારણ હાલમાં તપાસ હેઠળ છે અને અધિકારીઓ અન્ય સેવાઓમાં વિક્ષેપ ઘટાડવા માટે અસરગ્રસ્ત ટ્રેકને સાફ કરવા માટે કામ કરી રહ્યા છે. રેલ્વે પ્રવક્તાના કહેવા અનુસાર, ટ્રેનમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની વધુ મદદ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
“8 coaches of Train 12520 Agartala –LTT Express derailed at Dibalong station near Lumding at 15:55 Hrs today. There has been no major casualty or injury and all passengers are safe,” says Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/tp3j3QULTJ
— ANI (@ANI) October 17, 2024
આ પણ વાંચો : Delhi : વિદેશ મંત્રાલય Justin Trudeau પર ભડક્યું, કહ્યું- પુરાવા બતાવો અને પછી…
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…
અકસ્માત બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય રેલવેએ વધુ માહિતી અથવા સહાય મેળવવા માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. કોઈપણ વ્યક્તિ 03674 263120 અને 03674 263126 પર સંપર્ક કરીને અકસ્માત સંબંધિત માહિતી અથવા મદદ મેળવી શકે છે. રેલવે અધિકારીઓ વૈકલ્પિક માર્ગો અને પુનઃનિર્ધારિત સેવાઓ વિશે અપડેટ્સ તપાસવા માટે મુસાફરોનો પણ સંપર્ક કરી રહ્યા છે.
આ પણ વાંચો : Bahraich Encounter : કેવી રીતે થયું બહરાઈચ એન્કાઉન્ટર, પોલીસે જણાવી સમગ્ર ઘટના