- ભારતની કડક કાર્યવાહી બાદ કેનેડા સરકારનું વાહિયાત નિવેદન
- કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સને ભારતનો એજન્ટ ગણાવ્યો
- આ જૂથ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું હોવાનો કેનેડાનો આરોપ
- ગોલ્ડી બ્રાર કેનેડાથી ગેંગ ચલાવે છે
Canada Controversy: બાબા સિદ્દીકી હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. બીજી તરફ ભારતે કેનેડા ( Canada Controversy) પર કડક વલણ અપનાવ્યું હતું અને તેના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. નિજ્જર હત્યા કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માનું નામ ‘પર્સન ઑફ ઈન્ટરેસ્ટ’ તરીકે જાહેર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સને ભારતનો એજન્ટ ગણાવ્યો હતો
ગેંગસ્ટર લોરેન્સને ભારતનો એજન્ટ ગણાવ્યો
ભારતની કડક કાર્યવાહી બાદ કેનેડાના અધિકારીઓ ગુસ્સે ભરાયા છે. તેઓ આ કાર્યવાહી સામે વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. તેમણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ભારતનો એજન્ટ પણ જાહેર કર્યો હતો. ANIના અહેવાલ મુજબ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ, ફેડરલ પોલીસિંગ, નેશનલ સિક્યોરિટીના આસિસ્ટન્ટ કમિશનર બ્રિજિટ ગૌવિને કહ્યું – ભારત દક્ષિણ એશિયન સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ તેઓ ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવી રહ્યા છે.
આ પણ વાંચો—–ભારતના કડક વલણ બાદ Justin Trudeau ના સૂર બદલાયા..કહ્યું..અમે ભારત સાથે લડાઇ નથી ઇચ્છતા
#WATCH | Ottawa, Ontario (Canada): “It (India) is targeting South Asian community but they are specifically targeting pro-Khalistani elements in Canada…What we have seen is, from an RCMP perspective, they use organised crime elements. It has been publically attributed and… pic.twitter.com/KYKQVSx7Ju
— ANI (@ANI) October 14, 2024
બિશ્નોઈ ગ્રુપ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું હોવાનો આરોપ
તેમણે કહ્યુ કે જોયું છે કે તેઓ સંગઠિત અપરાધ તત્વોનો ઉપયોગ કરે છે. એક સંગઠિત અપરાધ જૂથનું નામ – બિશ્નોઈ ગ્રુપ – જાહેરમાં સામે આવ્યું છે. અમે માનીએ છીએ કે આ જૂથ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.
ગોલ્ડી બ્રાર કેનેડાથી ગેંગ ચલાવે છે
તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ વિશે એવું કહેવાય છે કે તે હવાલા દ્વારા કેનેડામાં ખંડણીના પૈસા મોકલે છે. આ નાણાનો ઉપયોગ ખાલિસ્તાની તરફી તત્વોને ભંડોળ આપવા માટે કથિત રીતે કરવામાં આવે છે. લોરેન્સનો જમણો હાથ ગોલ્ડી બ્રાર પણ કેનેડામાં છે. તે ત્યાંથી ગેંગમાં લોકોની ભરતી પણ કરે છે. ગોલ્ડી બ્રારને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
આ પણ વાંચો—-ભારત-કેનેડા સંબંધોમાં વધુ તણાવ! ભારત સરકારે 6 રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા