- ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) ઓપરેશન ‘અસુર’ નાં રાજ્યભરમાં પડઘા
- અદાણી જૂથની અંબુજાની ‘દાદાગીરી’ સામે જનતાનો રોષ
- સો. મીડિયામાં પૂર્વ MLA મોહનભાઇ વાળાનો જૂનો વીડિયો વાઇરલ
ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપનીના કારણે હવા પ્રદુષણ, વાયુ પ્રદુષણ, પાણી પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ ફેલાતા નજીકમાં આવેલા વડનગર, લોઢવા અને સીંગસર ગામનાં લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી અને પાકને નુકસાન પહોંચતું હોવાનો ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે Gujarat First દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીને ગ્રામજનો સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જ્યારે અગાઉ પણ આ મુદ્દો રાજ્યનાં ગૃહમાં પૂર્વ ધારાસભ્ય મોહનભાઇ વાળાએ (Mohan Wala) પણ ઉઠાવ્યો હતો, જેનો વીડિયો હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટનાં ઓપરેશન ‘અસુર’ ના રાજ્યભરમાં પડઘા
Gujarat First દ્વારા ગીર સોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપનીની દાદાગીરી અંગેનો અહેવાલ (ઓપરેશન ‘અસુર’) રજૂ કર્યા બાદ રાજ્યભરમાંથી જનતાની પ્રતિક્રિયા મળી રહી છે. અંબુજા સિમેન્ટ કંપની સામે જનતામાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર કોડીનારનાં (Kodinar) પૂર્વ ધારાસભ્ય મોહન વાળાનો (Mohan Wala) એક જૂનો વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિધાનસભા ગૃહમાં મોહનભાઈ વાળા કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોને થતી મુશ્કેલીઓ બાબતે ગૃહનું ધ્યાન દોરતા નજરે પડે છે.
આ પણ વાંચો – Adani નાં પાપે લોકોને થઈ રહી છે કેન્સર જેવી ગંભીર બીમારી ? પીડિત મહિલાએ Gujarat First ને વર્ણવી આપવીતી
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ MLA મોહનવાળાનો જૂનો વીડિયો વાઇરલ
આ વાઇરલ વીડિયોમાં મોહનભાઈ વાળા કહેતા સંભળાય છે કે, સ્વચ્છ વાતાવરણ આજની તાતી જરૂરિયાત છે. સ્વચ્છ વાતાવરણ માટે સરકારો પણ ખૂબ કામ કરે છે. આને નિયંત્રિત કરવા માટે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ કાર્યરત છે. મોહનભાઈ વાળાએ આક્ષેપ કરતા કહ્યું કે, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જે પ્રમાણે કામ કરવું જોઈએ તે પ્રમાણે કરતા નથી, જેના કારણે પારાવાર નુકસાની થાય છે. મારા મતવિસ્તારમાં અંબુજા સિમેન્ટ કંપની (Ambuja Cements) આવેલી છે. કંપની દ્વારા વિદેશથી જે કોલસો મંગાવવામાં આવે છે ત્યારે પરિવહન દ્વારા રસ્તામાં આવતા ખેતરોમાં ધૂળ ખૂબ જ ઊડે છે. ઉપરાંત, જે જગ્યાએ સ્ટોરેજ કરવામાં આવે છે તેની નજીક 14 જેટલા ખેડૂતોની જમીન ખરાબ થઈ છે. કૂવાનાં પાણી પણ લાલ થઈ ગયા છે. આથી, ખેડૂતો ખેતી કરી શકતા નથી.
આ પણ વાંચો – Ahmedabad : આતંક મચાવી ભય ફેલાવનારા ઇસમોનું જાહેરમાં સરઘસ, બે હાથ જોડીને માફી મગાવી, જુઓ Video
ખેડૂતોને ન્યાય મળે તેવી મારી ગૃહમાં માગણી છે : મોહન વાળા
પૂર્વ ધારાસભ્ય મોહન વાળાએ (Mohan Wala) આગળ કહ્યું હતું કે, આ અંગે મામલતદાર કચેરી, ખેતીવાડી કચેરી અને કલેક્ટર કચેરી ખાતે પણ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી પરંતુ, કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતોએ પ્રાદેશિક નિયામક, જુનાગઢને (Junagadh) પણ રજૂઆત કરી પરંતુ, આજ દીન સુધી કોઈ પરિણામ નથી આવ્યું. ખેડૂતોને ન્યાય મળે તેવી મારી ગૃહમાં માગણી છે. સાથે કંપનીને આદેશ કરવામાં આવે કે એવી વ્યવસ્થા ઊભી કરે કે જેથી ખેડૂતોને નુકસાન ના થાય. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લામાં અંબુજા સિમેન્ટ કંપનીની દાદાગીરીથી ત્રસ્ત ગ્રામજનો અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે તેની ધારદાર અસર પણ જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ અદાણી જૂથની (Adani Groups) અંબુજા સિમેન્ટ કંપનીની દાદાગીરી સામે જનતાનો રોષ જોવા મળી રહ્યો છે અને ગુજરાત ફર્સ્ટ પર જનતાની સતત પ્રતિક્રિયા મળી રહી છે. આ વચ્ચે હવે સો. મીડિયા પર કોડીનારનાં પૂર્વ ધારાસભ્ય મોહન વાળાનો જૂનો વીડિયો ખૂબ વાઇરલ થયો છે.
આ પણ વાંચો – Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન ‘અસુર’ માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!