+

Jammu and Kashmir માં એક્શન શરૂ, ઓમર અબ્દુલ્લાએ તાબડતોડ લીધા આ નિર્ણયો…

ઓમર અબ્દુલ્લાએ શપથ લેતાની સાથે જ કરી કાર્યવાહી DGP સાથે વાત કરીને આપ્યા મહત્વના આદેશ ઓમરે આજે જ CM પદના શપથ લીધા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી…
  1. ઓમર અબ્દુલ્લાએ શપથ લેતાની સાથે જ કરી કાર્યવાહી
  2. DGP સાથે વાત કરીને આપ્યા મહત્વના આદેશ
  3. ઓમરે આજે જ CM પદના શપથ લીધા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સની સરકાર બની હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ બુધવારે CM પદના શપથ લીધા. CM બન્યાના ત્રણ કલાકમાં જ ઓમર અબ્દુલ્લાએ મોટો આદેશ આપ્યો છે. આ પહેલા તેમણે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના DGP સાથે પણ વાત કરી હતી. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રોડ દ્વારા મુસાફરી કરતી વખતે સામાન્ય લોકો માટે તેમના કાફલાને પસાર થવા દેવા માટે ટ્રાફિકને રોકવો જોઈએ નહીં. તેમણે લોકોને અસુવિધાથી બચાવવા માટે આ પગલું ભરવા જણાવ્યું હતું.

આજે જ CM પદના શપથ લીધા…

હકીકતમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના CM તરીકે શપથ લીધા હતા. વર્ષ 2019 માં અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત બનેલી સરકારના તેઓ CM બન્યા છે. ઓમર અબ્દુલ્લાએ CM પદના શપથ લીધાના ત્રણ કલાકથી ઓછા સમયમાં મોટો નિર્ણય લીધો છે. CM ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.

આ પણ વાંચો : ખેડૂતોમાં આનંદો! Modi Government એ ઘઉં અને ચણા સહિત 6 રવિ પાક પર MSP વધારી

ઓમર અબ્દુલ્લાએ માહિતી આપી હતી…

CM ઓમર અબ્દુલ્લાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે મેં તેમને લોકોને અસુવિધાનો સામનો ન કરવો પડે તેની કાળજી રાખવા અને સાયરનનો ઉપયોગ ઓછો કરવા સૂચના આપી છે.” CM એ કહ્યું, “કોઈપણ પ્રકારની લાકડીઓ લહેરાવવી અથવા આક્રમક હાવભાવનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. હું મારા કેબિનેટ સાથીદારોને આ જ ઉદાહરણને અનુસરવાનું કહી રહ્યો છું. દરેક બાબતમાં આપણું વર્તન લોકો માટે અનુકૂળ હોવું જોઈએ. અમે અહીં લોકોની સેવા કરવા આવ્યા છીએ, તેમને અસુવિધા કરવા માટે નહીં.”

આ પણ વાંચો : S. Jaishankar નો જવાબ સાંભળીને Pakistan પણ દંગ, આતંકવાદ પર કહી મોટી વાત

Whatsapp share
facebook twitter