+

ACB Trap : લાંચ કેસના આરોપી વકીલની કેમ 24 કલાક બાદ થઈ ધરપકડ ?

ACB Trap : લાંચ કેસમાં સરકારી બાબુઓ અને ખાનગી શખસોની ધરપકડ થઈ હોવાના અનેક દાખલાઓ છે. ચાલુ વર્ષે એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ એક ખાનગી વકીલને લાખો રૂપિયાની…

ACB Trap : લાંચ કેસમાં સરકારી બાબુઓ અને ખાનગી શખસોની ધરપકડ થઈ હોવાના અનેક દાખલાઓ છે. ચાલુ વર્ષે એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ એક ખાનગી વકીલને લાખો રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપ્યા છે. એસીબીના છટકા (ACB Trap) માં રંગે હાથ ઝડપાતા 58 વર્ષીય વકીલને પરસેવો વળી ગયો હતો. ખુદના અસીલ પાસે જજના નામે 5 લાખની લાંચ માગનારા વકીલની Team ACB એ કેમ 24 કલાક બાદ કરી ધરપકડ. વાંચો આ અહેવાલમાં…

એડવોકેટ ACB Trap માં કેવી રીતે ફસાયા ?

ભરૂચ પોલીસે (Bharuch Police) વર્ષ 2022માં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધીએ આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતાં ભરૂચ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ (Additional Chief Judicial Magistrate) માં કેસ ચાલી રહ્યો છે. હાલમાં કેસ ફાયનલ દલીલો પર બાકી છે. દરમિયાનમાં છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઈબ્રાહીમભાઇ મનસુરી (Advoacate Salim Mansuri) એ કોર્ટનો નિર્ણય તમારા વિરૂદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કેસનો નિર્ણય તરફેણમાં લાવી અપાવવા પેટે જજના નામે 5 લાખ રૂપિયા લાંચ માગી હતી. 5 લાખ પૈકી 4 લાખ રૂપિયા ગત 23 ઑગસ્ટના રોજ આપવાના નક્કી થયા હતા. જો કે, છેતરપિંડી કેસ (Cheating Case) ના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમણે એસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે અધિકારીઓએ ભરૂચ જુની મામલતદાર કચેરીની સામે ACB Trap ગોઠવી હતી. એસીબીના છટકામાં 4 લાખની લાંચ સ્વીકારતા 58 વર્ષીય સલીમ મનસુરી આબાદ ઝડપાઈ ગયા હતા.

આ પણ  વાંચો PI PSI Transfer ની ભલામણો અટકાવવા સરકારે મીડિયાનો ઉપયોગ કર્યો ?

લાંચ કેસમાં પકડાતા એડવોકેટની તબિયત લથડી

ભરૂચ કોર્ટના ન્યાયાધીશ (Judge Bharuch Court) ના નામે 5 લાખ રૂપિયાની લાંચ માગનારા ભરૂચ સેશન્સ કોર્ટ (Bharuch Sessions Court) ના વકીલ સલીમ મનસુરી પકડાતા મામલો ટૉક ઑફ ધ ટાઉન (Talk of the Town) બન્યો હતો. ACB Team એ સલીમ મનસુરીને લાંચ લેતા પકડ્યા તે સમયે વકીલને પરસેવો છૂટી ગયો હતો. લાંચની રકમ કબજે લેવાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન એડવોકેટ મનસુરીએ ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતા તેમને ભરૂચની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. હાર્ટ પેશન્ટ (Heart Patient) સલીમ મનસુરીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હોવાથી તેમને સ્થાનિક ડૉકટરે વડોદરા સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Vadodara) માં ખસેડવા સૂચન કર્યું હતું. જેથી વકીલ સલીમ મનસુરીને વડોદરા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વકીલ સલીમ મનસુરીની તબિયત સ્થિર હોવાની જાણકારી મળતા એસીબી ભરૂચે (ACB Bharuch) આજે બપોરે વિધિવત ધરપકડ કરી વધુ કાર્યવાહી આરંભી છે.

Whatsapp share
facebook twitter