- રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ
- ગુજરાત અને દિલ્હી પોલીસનું અંકલેશ્વરમાં સંયુક્ત ઓપરેશન
- અંકલેશ્વર GIDCમાંથી પકડાયું 5 હજાર કરોડનું ડ્રગ્સ
- આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી મળ્યું 518 કિલો કોકેઈન
- આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 હજાર કરોડ
- દિલ્હીની કંપનીએ કેમિકલ બનાવવાનો આપ્યો હતો ઓર્ડર
- 518 કિલો કોકેઈન ઓર્ડર આપી બનાવવામાં આવ્યું હતું
- દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં લઈ જવાનું હતું ડ્રગ્સ
- ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પહોંચાડવાનો હતો જથ્થો
- મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ડ્રગ્સ મોકલવાની હતી તૈયારી
- આવકાર પ્રાઈવે લિમિટેડ કંપનીના ત્રણ ડિરેક્ટરોની ધરપકડ
- અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાનિયાની ધરપકડ
Ankleshwar Drugs Case : રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરમાં ગુજરાત અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર GIDCમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ એટલે કે 518 કિલો કોકેઈન ( Ankleshwar Drugs Case) મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 5 હજાર કરોડ થવા જાય છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ દિલ્હીની કંપનીએ 518 કિલો કોકેઈન ઓર્ડર આપીને બનાવડાવ્યું હતું. આ કોકેઇન દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં લઈ જવાનું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ડ્રગ્સ સપ્લાય કરવાનું હોવાની માહિતી મળી રહી છે. પોલીસે આ મામલે આવકાર પ્રાઈવે લિમિટેડ કંપનીના ત્રણ ડિરેક્ટરોની ધરપકડ કરી છે જેમાં અશ્વિન રામાણી, બ્રિજેશ કોથિયા, વિજય ભેસાનિયાનો સમાવેશ થાય છે.
અંકલેશ્વરમાંથી કેવી રીતે પકડાયું ડ્રગ્સ ?
દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસમાં કેવી રીતે ડ્રગ્સ પકડાયું તે પણ રસપ્રદ છે. ગત 1 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલના વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન 562 કિલો કોકેઈન મળી આવ્યું અને 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ મળ્યો હતો.
આ પણ વાંચો—Gujarat Police અને Delhi Police નું સંયુક્ત ઓપરેશન, અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું
#WATCH | Bharuch, Gujarat: Delhi Police Special Cell and Gujarat Police recovered 518 kg of cocaine during a search of a drug-related company in Ankleshwar, Gujarat. Its value in the international market is around Rs 5,000 crore…So far, a total of 1,289 kg cocaine and 40 kg… https://t.co/s73aKaoXNi pic.twitter.com/O7nMEl2go6
— ANI (@ANI) October 14, 2024
અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન જપ્ત
ત્યારબાદ પોલીસની તપાસ ચાલુ રહેતા 10 ઓક્ટોબરે દિલ્હીમાં રમેશનગરની દુકાનમાંથી 208 કિલો કોકેઈન જપ્ત કરાયું હતું. દિલ્હી ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો કે આ તમામ માદક દ્રવ્યો ફાર્મા સોલ્યુશન સર્વિસ કંપનીના નામે છે અને અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડમાંથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવાયો હતો. અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે અને કુલ 40 કિલોગ્રામ જેટલો હાઈડ્રોપોનિક ગાંજો પણ જપ્ત કરાયો છે. ઉલ્લેખનિય છે કે પકડાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 13 હજાર કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પહોંચાડવાનું હતું. ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ડ્રગ્સ મોકલવાની પણ તૈયારી હતી.
ડ્રગ્સ માફિયાઓનો નવો કારસો
અંકલેશ્વરની આવકાર કંપનીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડાતા ખળભળાટ મચી ગયો છે. કંપનીમાં દવાઓ બનાવવા કેમિકલનો ઉપયોગ કરાયો હતો. ડ્રગ્સ માફિયાઓનો નવો કારસો જોવા મળ્યો છે કારણ કે દિલ્હીની કંપનીએ કેમિકલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. માફિયાઓ નાની કંપનીઓમાં ઓર્ડર આપીને ડ્રગ્સ બનાવડાવે છે. હવે એ દિશામાં તપાસ કરાઇ રહી છે કે આવકાર કંપનીને ડ્રગ્સ બનાવવાના અન્ય ઓર્ડર મળ્યા છે કે કેમ….
Ankleshwar માંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું | Gujarat First @GujaratPolice #GujaratPoliceStrike #DrugBust #5000Crore #Ankleshwar #JointOperation #GujaratDelhiPolice #Gfcard #Gujaratfirst pic.twitter.com/PhUl3SJpxr
— Gujarat First (@GujaratFirst) October 13, 2024
નશાના વેપાર પર વજ્ર ઘા
ઉલ્લેખનિય છે કે ગુજરાત પોલીસ નશાના વેપાર પર સખત અને કડક કાર્યવાહી કરી રહી છે. દોઢ વર્ષ પહેલા પણ અંકલેશ્વરમાથી ડ્રગ્સ પકડાયું હતું. મુંબઈ ANCની ટીમે અંકલેશ્વરમાં દરોડા પાડ્યા હતા અને પાનોલી GIDCમાંથી 513 કિલો ડ્રગ્સ પકડાયું હતું. ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આ ડ્રગ્સ બનાવાતું હતું. પોલીસે 1026 કરોડની કિંમતનું 513 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
આ પણ વાંચો––Delhi : રાષ્ટ્રીય રાજધાનીમાં એકવાર ફરી પકડાયું ડ્રગ્સ, રૂપિયા 2000 કરોડનું કોકેન ઝડપાયું