+

Kandla: ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોતથી હાહાકાર

કચ્છ જિલ્લાના કંડલામાં મોટી દુર્ઘટના ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોત કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા કામદારોના ગુંગણામણથી મોત Kandla:કચ્છ જિલ્લાના કંડલા (Kandla) માં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાની ઇમામી…
  • કચ્છ જિલ્લાના કંડલામાં મોટી દુર્ઘટના
  • ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોત
  • કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા કામદારોના ગુંગણામણથી મોત

Kandla:કચ્છ જિલ્લાના કંડલા (Kandla) માં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાની ઇમામી એગ્રો કંપનીમાં કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા સુપરવાઇઝર સહિત 5 કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે

ઈમામી એગ્રો કંપનીમાં દુર્ઘટના

કંડલામાંથી અતિ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કંડલાની ઈમામી એગ્રો કંપનીમાં દુર્ઘટના સર્જાઇ છે જેમાં સુપરવાઇઝર સહિત પાંચ કામદારોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો–Surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ…

ટાંકાની સફાઈ કરવા જતા ગુંગણામણથી તેમના મોત

આ કામદારો વેસ્ટ પ્રવાહીના ટાંકાની સફાઈ કરવા જતા ગુંગણામણથી તેમના મોત થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતકોમાં 4 કામદારો પરપ્રાંતિય હોવાનું તથા એક કામદાર પાટણ જિલ્લાનો હોવાનું જાણવા મળે છે.

કામદારોને સુરક્ષાના સાધનો પણ ના અપાયા હોવાની ચર્ચા

ઘટનાની જાણ થતાં કંડલા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ શરુ કરી છે. કામદારોને સુરક્ષાના સાધનો પણ ના અપાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો–VADODARA : ગણેશોત્સવ અને નવરાત્રી સમયે મેળવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલનો ચોંકાવનારો રિપોર્ટ

Whatsapp share
facebook twitter