- છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટ
- લેન્ડમાઈન બ્લાસ્ટને કારણે બે જવાનો શહીદ
- બ્લાસ્ટમાં બે જિલ્લા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ
છત્તીસગઢ (Chhattisgarh)ના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટને કારણે બે જવાનો શહીદ થયા છે. ઘટનાની માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નક્સલવાદીઓએ શનિવારે બપોરે લગભગ 12 વાગ્યે નારાયણપુરમાં લેન્ડમાઈન વિસ્ફોટ કર્યો હતો, જેમાં ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBP ના બે જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં બે જિલ્લા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે.
કોડલિયાર ગામના જંગલમાં બ્લાસ્ટ થયો હતો…
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોડલિયાર ગામ નજીકના જંગલમાં લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો , જેમાં ITBP ની 53 મી બટાલિયનના બે સૈનિકો, 36 વર્ષીય અમર પંવર અને 36 વર્ષીય કે. રાજેશ શહીદ થયો હતો. તેમણે કહ્યું કે, આ ઘટનામાં નારાયણપુર જિલ્લા પોલીસના અન્ય બે કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. ઘટનાની માહિતી આપતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર જિલ્લાના ઓરછા, મોહંડી અને ઈરકભટ્ટી પોલીસ કેમ્પમાંથી ITBP, બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે SSB અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે ધુરબેડા ગામ તરફ રવાના થઈ હતી.
Two ITBP jawans killed in IED blast in Chhattisgarh’s Narayanpur
Read @ANI Story | https://t.co/RYzNsCeq9M#ITBP #naxal #searchoperation pic.twitter.com/eNOmkxMwZK
— ANI Digital (@ani_digital) October 19, 2024
આ પણ વાંચો : હવે CM ઓમર જશે દિલ્હી, Jammu-Kashmir ને પૂર્ણ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પર LG ની મંજૂરી
4 ઓક્ટોબરે 38 નક્સલવાદીઓ માર્યા ગયા હતા…
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીમના પરત ફરતી વખતે શનિવારે બપોરે 12 વાગે લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં ITBP ના બે જવાન અને બે જિલ્લા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય બાદ ઘાયલ ITBP જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અન્ય બે ઘાયલ જિલ્લા પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ITBP ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 4 ઓક્ટોબરના રોજ, રાજ્યના નક્સલ પ્રભાવિત દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં 38 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો : Jharkhand Election : કોંગ્રેસ-JMM ગઠબંધનમાં સીટ વહેંચણીનો મુદ્દો ગરમાયો! જાણો CM હેમંત સોરેને શું કહ્યું