Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં

04:41 PM Aug 06, 2024 |
  1. Viju Sindhi ગુજરાતનો સૌથી મોટો બુટલેગર ?
  2. બુટલેગર સામે RCN ની પ્રથમ ઘટના
  3. ED એ વિજુ સિંધીની મિલકતોની તપાસ આરંભી

Viju Sindhi : ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ માટે કુખ્યાત ગણાતા બુટલેગરોની હરોળમાં પ્રથમ ક્રમે આવતું નામ એટલે, વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધી. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે જેના નામે કુલ 148 પ્રોહિબિશન કેસ નોંધાયેલા છે તે વિજય ઉધવાણી ઉર્ફે વીજુ સિંધી (Vijay Udhwani alias Viju Sindhi) હવે ઈડીના રડારમાં આવ્યો છે. અબજો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠાલવનારા વિજય ઉધવાણી અને તેની પત્નીને ED એ નોટિસ ફટકારી છે. શું છે સમગ્ર મામલો અને કેમ ફટકારી છે નોટિસ. વાંચો આ અહેવાલમાં…

Viju Sindhi ગુજરાતનો સૌથી મોટો બુટલેગર ?

દારૂબંધી (Prohibition of Alcohol) ધરાવતા ગુજરાતમાં વર્ષોથી મોટાપાયે વિદેશી દારૂ ઠાલવવાની ગેરકાયદે પ્રવૃત્તિ અનેક બુટલેગર અને ગેંગ ચલાવી રહ્યાં છે. ગુજરાત પોલીસના ચોપડે નોંધાયેલા રિઢા બુટેલગરોમાં પ્રથમ ક્રમે આવતો વિજુ સિંધી અબજો રૂપિયાનો દારૂ ઠાલવી ચૂક્યો છે. વિજુ સિંધી સામે પ્રોહિબિશનના 146 જેટલાં કેસ નોંધાયેલા છે. 74 કેસમાં Viju Sindhiની ધરપકડ-ચાર્જશીટ થઈ ચૂકી છે. જ્યારે 70 જેટલાં ગુનામાં આજની તારીખે વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંઘી ફરાર છે. વિજુ સિંધી તેના મળતીયાઓ સાથે મળીને રાજ્યમાં વર્ષે અબજો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતો હતો. દારૂના બેનંબરી ધંધા (Liquor Business) માં ગુજરાતના ઉચ્ચ IPS અધિકારીથી માંડીને અન્ય રાજ્યના આબકારી વિભાગ સહિતના અધિકારીઓના છુપા આર્શીવાદ હતા. ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા (Gangster Mukesh Harjani) બાદ વિજુ સિંધી રાજ્યનો સૌથી મોટો લિકર માફિયા (Liquor Mafia) બની ગયો હતો.

આ પણ વાંચો : ACB એ બીજી વખત કયા લાંચીયા પોલીસવાળાને પકડ્યો, જાણો કોણ છે

બુટલેગર સામે RCN ની પ્રથમ ઘટના

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) અને તેમની Team SMC એ વર્ષ 2022-23માં ગુજરાતના બુટલેગરો અને તેમની ગેંગ સામે ધોંસ બોલાવી હતી. ટોચના અનેક બુટલેગરોની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દેવાયા હતા. જ્યારે પ્રથમ ક્રમે આવતો બુટલેગર વિજુ સિંધી ધરપકડના ડરથી દેશ છોડી નાસી છૂટ્યો. 70થી વધુ કેસમાં ફરાર બુટલેગર વિજુ સિંધી (Bootlegger Viju Sindhi) દુબઈ પહોંચી ગયો હતો. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) ઈસ્યુ કરવામાં આવી હતી. RCN ઈસ્યુ થતાં વિજુ સિંધીની અબુધાબી ખાતે સવા વર્ષ અગાઉ સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. બીજી તરફ તેની સામે ઈસ્યુ કરાયેલી Red Corner Notice ને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર UAE સરકારે વિજુ સિંધીને જામીન પર મુક્ત કરી દેવાયો છે.

આ પણ વાંચો : Gandhinagar : IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીનાં Transfer

ED એ વિજુ સિંધીની મિલકતોની તપાસ આરંભી

મૂળ વડોદરાનો વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધીએ વિદેશી દારૂના બેનંબરી ધંધામાંથી કરોડો રૂપિયાની કાળી કમાણી કરી છે. દારૂના ધંધામાં કરોડો રૂપિયાની હેરફેર આંગડીયા અને હવાલા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બુટલેગર વિજય ઉધવાણી (Vijay Udhwani Bootlegger) એ કરોડો રૂપિયાની સંપત્તિ પણ વસાવી હોવાનું તપાસમાં સામે આવતા ગુજરાત પોલીસે ઈડી (Enforcement Directorate) ને વિગતવારનો અહેવાલ પાઠવ્યો હતો. જેના આધારે ED એ વિજય ઉધવાણી અને તેની પત્ની દિપા ઉધવાણી (Deepa Udhwani) ને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન પાઠવ્યું છે. ઉધવાણી પરિવારના સત્તાવાર નિવાસસ્થાન વડોદરા આજવા રોડ વલ્લભ કૉમ્પલેક્ષના સરનામે સમન મોકલાયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિજુ અને તેના પત્ની દિપા ઉધવાણી દુબઈ ખાતે છે.

આ પણ વાંચો : ACB એ અમદાવાદમાંથી 20 લાખની લાંચ લેતાં આસિ. TDO સહિત બેને ઝડપ્યા