+

આ વખતે પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI નો ઉપયોગ 

અહેવાલ—પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરી દેવાઇ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. શહેર પોલીસ દ્વારા આ વર્ષે…
અહેવાલ—પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરુ કરી દેવાઇ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.
શહેર પોલીસ દ્વારા આ વર્ષે AI નો ઉપયોગ 
અમદાવાદ શહેરમાં આ વર્ષે 20 જૂન એટલે અષાઢી બીજાના રોજ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળશે. મહત્વનુ છે કે 74 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થશે. જેને લઈને રથનું રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આ વર્ષે AI નો ઉપયોગ પણ રથયાત્રામાં કરવાનો છે. જેને લઈને પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોતાની તૈયારી દર્શાવી છે.
રથયાત્રાના 22 કિમીના રૂટ ઉપર 3D મેપિંગ દ્વારા નજર
રથયાત્રામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અનંત યુનિવર્સીટી સાથે મળીને રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ ઉપર 3D મેપિંગ દ્વારા નજર રાખવામાં આવશે. જેને લઈને તૈયારીઓની શરુ કરી દેવામાં આવી છે. અનંત યુનિવર્સિટીની ટીમ દ્વારા રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની ટીમ સાથે પહેલા રૂટ સમજવામાં આવ્યો છે ત્યાર બાદ અને 120 જેટલા ડ્રોન ઉડાડીને 2 લાખ 35 હજાર ફોટો કેપ્ચર કરવામાં આવ્યા હતા. સમગ્ર રૂટનો સિનારીયો તૈયાર કરવામાં આવ્યો છે. કયા રૂટ પરથી રથયાત્રા પસાર થતા કેટલો સમય લાગશે તે તમામ બાબતો તપાસીને મેપિંગ કરવામાં આવ્યું છે.
તમામ એજન્સી એલર્ટ મોડ પર 
રથયાત્રાના દિવસો નજીક આવતા રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે રાજ્યની તમામ એજન્સી કાર્યરત છે. સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, SOG, ATS અને સાથે શહેર પોલીસ પણ એલર્ટ મોડામાં જોવા મળી રહી છે. શહેરમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં તડીપાર આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે પોલીસની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસીક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતની તૈયારીઓ શહેર પોલીસ કમિશનર અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પોલીસના 15,000 જેટલા જવાનો ખડે પગે રહેશે
આ વર્ષે રથયાત્રાના બંદોબસ્તમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો ખડે પગે રહેશે. રથયાત્રાના રૂટ ની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 IG, 50 SP, 100 DYSP, 300 PI, 700 જેટલા PSI, 15000 જેટલા પોલીસ જવાનો 6000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહેશે. સાથે પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અણબનાવ ન બને એના પર પણ પોલીસ પૂરતું ધ્યાન આપી રહી છે. આ સાથે જ પોલીસ બોડી વોર્ન કેમેરા, ડ્રોન ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
Whatsapp share
facebook twitter