Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફૂડકોર્ટમાં રોકાણ કરી મહિને 65 હજારની લાલચ આપી ઠગાઈ, મહિલાએ ગુમાવ્યા લાખો રૂપિયા

07:14 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદ શહેરમા ઠગાઈના એક પછી એક નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક ક્રિપ્ટો કરેન્સીમાં રોકાણના નામે તો ક્યાંક એક વાર રોકાણ કરી દર મહિને મોટુ વળતર આપવાની લાલચ આપીને ઠગબાજો લોકોને શિકાર બનાવતા હોવાની ધટનાઓ બની છે. સુરેન્દ્રનગરમા ધાંગ્રધામા રહેતી અને ઘરકામ કરતી મહિલાને ફૂડકોર્ટમાં રોકાણ કરવાની લાલચ આપી અમદાવાદનાં યુવકે 10 લાખથી વધુની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ મથકે નોંધાઈ છે.
ધાંગધ્રામાં રેલ્વે કોલોનીમા રહેતા અનીતા મીણા નામની મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમા મહિલાના પતિ રેલ્વેમા જુનીયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. થોડા સમય પહેલા મહિલાનાં ભાઈ રાજેન્દ્ર મીણાએ રજતસિંગ બરગરવાલાની બર્ગરવાલા આઉટલેટ સ્કીમમા રોકાણ કર્યું હોવાથી ફરિયાદીને પણ રોકાણ કરવાનુ જણાવ્યુ હતુ. જોકે, મહિલાએ રોકાણ કરવાનીના પાડી હતી. મહિલાનાં ભાઈએ રજતસિંગ અમદાવાદમા IIM ખાતે પોતાનું નવુ બર્ગરવાલા કેફેનું આઉટલેટ ખોલવાનો છે તેમ જણાવી ફરિયાદીની ભાઈએ મહિલાને અમદાવાદ આવી એક વાર રજતસિંગને મળવાનુ કહેતા મહિલા પતિ સાથે અમદાવાદ આવી હતી. જ્યા એલીસબ્રિજ જીમખાનામા મહિલાનાં પતિ અને ભાઈએ રજતસિંગ સાથે મિટીંગ કરી હતી. તે સમયે રજતસિંગે બર્ગરવાલાના આઉટલેટમા 9 લાખ રૂપિયાનુ રોકાણ કરે તો માસીક 45 હજાર અને 12 લાખના રોકાણ પર મહિને 65 હજાર રૂપિયા 72 મહિના સુધી મળશે અને ફરિયાદી એક ટકાના ભાગીદાર બનશે તેવુ જણાવી સ્કીમનુ બ્રોસર આપ્યુ હતુ અને  ઘંધામા કોઈ ખોટ આવશે તો રોકાણની રકમ દર મહિને આપતો રહીશ તેવુ જણાવી ભરોસો અપાવતા ફરિયાદીએ સ્કીમમા રોકાણ કરવાનુ નક્કી કર્યું હતુ.
અનીતા મીણાનાં ભાઈ રાજેશ મીણાએ 15 દિવસમાં એગ્રીમેન્ટ થઈ જશે તેવુ જણાવતા ફરિયાદીએ રજતસિંગના બેંક ખાતામા 10 લાખ 35 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ટુકડે ટુકડે અન્ય રકમ મોકલી કુલ 11 લાખ 30 હજાર રૂપિયા ટ્રાન્સફર  કર્યાં હતા. જોકે બાદમા ફરિયાદીએ એગ્રીમેન્ટ બાબતે ભાઈ રાજેશ અને તેના મિત્ર પનવકુમાર યાદવને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ  દ્વારા વારંવાર રજતસિંગને પૈસા અને એગ્રીમેન્ટ બાબતે વાત કરવા છતા કોઈ વાત થતી ન હોવાનુ જણાવ્યુ હતુ. જેથી ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયુ હોવાની શંકા જતા આરોપી રજતસિંગ પાસે રોકાણના પૈસા પરત માંગ્યા હતા. જોકે, આરોપીએ માત્ર 90 હજાર પરત કર્યાં હતા અને અન્ય 10 લાખ 40 હજાર રૂપિયા પરત ન આપતા અંતે આ મામલે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.