અહેવાલ – રાબિયા સાલેહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેજ પર વપરાતા સ્પ્રેનો આ વખતે સુરતની નવરાત્રીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંખ્યા ખેલૈયાઓની હાજરીથી ઉભરાતા નવરાત્રીના ડોમ પર આ સ્પ્રે કરાશે. ડોમના કાપડ ઉપર વિશેષ પ્રકારના કેમિકલના ઉપયોગ કરવાથી આગ જેવી ઘટના વિકરાળ બને તે પહેલા ફાયર વિભાગ એક્શન લેશે.
આગ જેવી ઘટનાઓથી સુરતીઓની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર સુરતના ફાયર વિભાગ દ્વારા પ્રથમવાર અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ અંગે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ગયા વર્ષે નવરાત્રીમાં લોકોની સંખ્યા ઓછી અને એસી ડોમ નહીં બરાબર હતા, કારણ કે કોરોનાને લઈ પ્રતિબંધનો પાલન કરાયો હતો, પરંતુ આ વખતે નવરાત્રીમાં એસી ડોમ બન્યા છે. લોકોની સખ્યામાં પણ આ વખતે વધારો થવાની શક્યતા છે. જેથી એસી ડોમમાં ઉપયોગમાં લેવાતા કાપડ ફાયરે ખાસ પ્રકારનું સ્પ્રે ફરજીયાત કર્યું છે.
આ વખતે ડોમમાં વપરાતા કાપડનો એક સર્ટિફિકેટ આયોજકો એ ફાયર વિભાગને આપવો પડશે સાથે જ ઈલેક્ટ્રિકલ વિભાગના ફિટીંગ્સ માટેપણ ખાસ કાળજી લેવાઈ છે. સાથે જ ઇલેક્ટ્રિકલ વિભાગ પણ સર્ટિફિકેટ જ્યાં સુધી નહીં આપશે ત્યાં સુધી ફાયર NOC ઈશ્યું નહીં કરશે કારણ કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ડોમની અંદર લોકોની સંખ્યા ખાસી મોટી હોય અને બેરિકેટ્સ બહુ વધારે હોય છે. એમ ઈમરજન્સી ગેટ બનાવયા હોવા છતાં પણ પબ્લિક પાસ વગર જતી રહે છે. એના માટે ઘણી જગ્યાએ બેરીકેટ મુકાયેલા હોય છે અને બાઉન્સર પણ ઉભા કરવામાં આવે છે. પરંતુ એવી જગ્યાઓ ખુલ્લી મુકવી જરૂરી છે જેથી દરેક ઈમરજન્સી જગ્યાઓની ઉપર 30 મીટર જેટલી જગ્યા ખુલ્લી મૂકવવા ફરજીયાત કરાયું છે.
આ ખાસ પ્રકારના સ્પ્રેના ફાયદા એ છે કે ડોમ બનાવવા માટે જે કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે કાપડની ઉપર સ્પ્રે છાંટવામાં આવશે. ડોમમાં શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય કારણોસર જો આગ લાગે તો એ આગ પસર્શે નહીં અથવા એ વિકરાળ સ્વરૂપ ધારણ નહીં કરી શકે. આ સ્પ્રેના કારણે ખૂબજ ઓછા સમયમાં ડોમમાં રહેલા લોકો પણ લોકો પણ જે તે સ્થળેથી બહાર નીકળી શકશે અને ફાયર પણ એ જ સમયની અંદર ત્યાં પહોંચી આગ પર કાબૂ મેળવી લેશે.
વખતે સુરતની નવરાત્રી સુરક્ષિત નવરાત્રી રહશે. સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખ દ્વારા શહેરમાં એસીડોમ ગરબાનું આયોજન કરનારાઓને ફાયર રિટાર્ડન કેમિકલનો ઉપયોગ કરવાની સુચના આપી હતી. જોકે આના લીધે આયોજકોને 2 લાખ રૂપિયાનો ખર્ચ વધારે થશે. પરંતુ નવરાત્રિ દરમિયાન ભક્તો માટે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે