Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેઠીમાં વડાપ્રધાનની સભા કહ્યું , વોટ બેંકનું રાજકારણ વિપક્ષોની મજબૂરી !

02:44 AM May 11, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશના અમેઠીમાં ચૂંટણી સભાને
સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વોટ બેંકનું રાજકારણ
વિપક્ષની મજબૂરી બની ગયું છે.

 

તૃષ્ટિકરણ અને વોટબેંકનું રાજકારણ

અમેઠીમાં સભાને સંબોધન કરતાં
વડાપ્રધાને કહ્યું હતું કે
, યુપીમાં ઘોર પરિવારવાદીઓએ કોંગ્રેસ
કલ્ચરને જ પોતાનામાં ઉતારી દીધું છે ને તેજ રંગમાં રંગાઇ ગયા છે. તેમણે જણાવ્યું
હતું કે છેલ્લા ઘણા દાયકાથી કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી
,
એક જ
પરિવારથી બંધાઇ ગઇ છે. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછી
કોંગ્રેસમાં તકલીફ આવવાની શરુઆત થઇ ગઇ હતી જયારે એક પરિવારે જ પાર્ટી પર કબજો શરુ
કરી દીધો હતો. સમગ્ર દેશમાં ઘણી પાર્ટીઓ કોંગ્રેસને જોઇને શીખી ગઇ હતી અને
લોકશાહીને ઉધઇની જેમ કોતરી નાખી મોટું નુકશાન કર્યું હતું. 


તેમણે કહ્યું હતું કે એક
સમય હતો કે જયારે
 આ નેતાઓએ 
વોટબેંકનું
રાજકારણ
, તૃષ્ટિકરણને ઉત્તેજન આપ્યું હતું, આજે વોટ બેંક અને તૃષ્ટિકરણના રાજકારણે
આ નેતાઓને જ બંધન બનાવી દીધો
 છે. હવે વોટ બેંકનું રાજકારણ જ આ
પક્ષોની મજબૂરી બની ગઇ છે. પરિવારવાદીઓ સરકારમાં હોત
તો તમામ લાઇનો તોડીને પહેલા જ પોતે રસી લેત પણ મેં ત્યારે રસી લગાવડાવી જયારે નિયમ
મુજબ મારો નંબર આવ્યો હતો. મારી માતા
100 વર્ષનાં છે પણ તેમણે પણ લાઇન તોડી ન હતી
અને જયારે તેમનો નંબર આવ્યો ત્યારે જ તેમણે પણ રસી લીધી હતી.

 

 

સંકટમાં પણ અવિરત સેવા કરી 

વડાપ્રધાને કહ્યું કે, યુપીમાં તમને એવો
પરિવાર નહીં મળે જેને અમારી સરકારે સેવાભાવથી સહાયતા ન કરી હોય.
100
વર્ષના
મોટા સંકટમાં પણ ભાજપની સરકારે તમામની મદદનો પ્રયાસ અવિરત કર્યો હતો અને
16
કરોડથી
વધુ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ પણ લેવડાવ્યો હતો અને
12
કરોડ
લોકોને બીજો ડોઝ પણ લાગી ચૂકયો છે. તેમણે કહ્યું કે તેમણે વિચાર્યું પણ ન હતું કે
તેઓ કયારેય રાજકારણમાં આવશે પણ જનતા જનાર્દનનો સેવક બનીને કામ કરવાનો સંકલ્પ દરેક
દિવસે વધુ મજબૂત બન્યો છે અને આ જ સેવાભવાના ભાજપની ઓળખાણ છે.