Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ratan Tata ને ભારત રત્ન આપવાનો મહારાષ્ટ્ર સરકારનો ઠરાવ

03:21 PM Oct 10, 2024 |
  • મહારાષ્ટ્ર કેબિનેટે રતન ટાટાને ભારત રત્ન આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો
  • મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે
  • મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજ્ય શોક
  • ગુજરાતમાં પણ આજે એક દિવસનો રાજકીય શોક

Bharat Ratna to Ratan Tata : મહારાષ્ટ્ર કેબિનેટે આજે રતન ટાટાને ભારત રત્ન (Bharat Ratna to Ratan Tata) આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન ટાટાને પ્રથમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી તેમને ભારત રત્ન આપવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે.

આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી

આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.

આ પણ વાંચો-ટ્રકો પાછળ કેમ લખેલું હોય છે OK TATA….?

મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજ્ય શોક

મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ 10 ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી માસ્ટ પર લહેરાશે.

રતન ટાટાના અવસાનને લઈને ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ પહોંચ્યા હતા. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રાખવામા આવ્યો છે ત્યાં જઈને મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના અંતિમ દર્શન કર્યા હતા અને ભાવાંજલિ આપી હતી. રતન ટાટા ના અવસાન ને લઈને ગુજરાતમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. તમામ જાહેર સરકારી કાર્યક્રમો આજના દિવસના મોકૂફ રખાયા છે.

આ પણ વાંચો–Ratan Tata ના અંતિમ સંસ્કાર પારસી રિવાજ મુજબ કેમ નહી કરાય..?

રતન ટાટાના અંતિમ દર્શન માટે ભીડ ઉમટી

રતન ટાટાના પાર્થિવ દેહને મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના નિધન પર દેશ અને દુનિયાના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

તમને જણાવી દઈએ કે રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

આ પણ વાંચો-Ratan Tata એ ફોર્ડ મોટરના માલિકને બતાવી દીધી હતી ઔકાત….