Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતના આ ખેલાડી પર અંડર-19 વર્લ્ડ કપમાં ઓછી ઉંમર બતાવી રમવાનો આરોપ

06:51 AM Apr 26, 2023 | Vipul Pandya

ભારતીય ક્રિકેટ ટીમનું માથુ નીચુ નમાવતો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારતીય અંડર-19 ટીમના ખેલાડી રાજ્યવર્ધન હંગરગેકર (Rajvardhan Hangargekar) પર છેતરપિંડીનો મોટો આરોપ લાગ્યો છે. 
તાજેતરમાં જ અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર યશ ધુલની કેપ્ટનશીપ હેઠળની ટીમમાં ફાસ્ટ બોલિંગનો બોજ મહારાષ્ટ્રના યુવા ખેલાડી રાજવર્ધન હંગરગેકરના ખભા પર હતો. હંગરગેકરે તેના ઝડપી બોલના જોર પર  વિરોધી ટીમના ખેલાડીઓને ખૂબ હેરાન કર્યા હતા અને જલ્દી સ્કોર કરવા દીધા ન હોતા અને ટીમ ઈન્ડિયા આખરે ટાઈટલ જીતવામાં સફળ રહી હતી, પરંતુ એક કિસ્સામાં આ ખેલાડી ફસાતો હોય તેવુ લાગી રહ્યુ છે. ઝડપી બોલર હંગરગેકર પર તેમની ઉંમર ઓછી બતાવવાને લઇને છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મીડિયામાં જાહેર થયેલા અહેવાલો અનુસાર, હંગરગેકરની વાસ્તવિક ઉંમર 21 વર્ષ છે અને તેમ છતા તે અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો. 
જણાવી દઇએ કે, રાજ્યવર્ધન હંગરગેકરે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. પરંતુ આ ખેલાડી પર પોતાની ઉંમર છુપાવવાનો આરોપ લાગતા હવે ક્રિકેટ જગત ચોંકી ઉઠ્યુ છે. હંગરગેકરની વાસ્તવિક ઉંમર 21 વર્ષ છે અને તેમ છતા તેણે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. જેના માટે તેઓ દોષિત ઠર્યા છે. વળી, એક IAS અધિકારીએ આ સમગ્ર મામલે BCCIને એક પત્ર લખ્યો છે, જેમા તેમણે હંગરગેકર વિરુદ્ધ પુરાવા પણ મોકલ્યા છે. એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રાહુલ ગુપ્તાએ રાજવર્ધન હંગરગેકરની જન્મ તારીખની પુષ્ટિ કરી છે. જેમા આ ખેલાડીની ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યુ છે.
રાજ્યવર્ધન હંગરગેકરે અંડર-19 વર્લ્ડ કપમાં ઊંડી છાપ છોડી હતી. જેના કારણે તેને IPLની મેગા ઓક્શનમાં મોટી રકમ આપીને ખરીદવામાં આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે 1.5 કરોડનો મોટો ખર્ચ કરીને આ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આવી સ્થિતિમાં તેની IPL કેરિયર પર તલવાર લટકી શકે છે તેવુ પણ સ્પષ્ટપણે લાગી રહ્યુ છે. વાસ્તવમાં, BCCI ઘણીવાર ઉંમરના છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરે છે. જેના કારણે આ ખેલાડીને ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.