Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bigg Boss 18 માં બદલાયો શૉનો ઇતિહાસ! પહેલીવાર Grand Premiere માં જ મળી ગયા TOP 2, જાણો કોણ છે ?

09:24 AM Oct 06, 2024 |
  1. આજથી વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss 18’ ની શરૂઆત
  2. ‘Bigg Boss 18’ નો પ્રોમો થયો રિલીઝ
  3. પહેલીવાર પ્રથમ દિવસે જ શોને મળ્યા TOP 2

વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss’ તેની નવી સીઝન સાથે પરત ફરી રહ્યું છે. Bigg Boss 18 નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. બિગ બોસની નવી સીઝનનો ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફેન્સમાં ચર્ચા છે કે આ સીઝન પહેલા કરતા વધુ રસપ્રદ હશે, કારણ કે આ વખતે સમયની રેસ હશે અને બિગ બોસ પહેલા જ ઘરનાં સભ્યોનું ભવિષ્ય લખશે.

નોંધનીય છે કે, બિગ બોસ 18 ની (Bigg Boss 18) શરૂઆત પહેલા જ શોનાં મેકર્સ દર્શકોમાં ઉત્સાહ વધારવાની એક પણ તક ચૂકી રહ્યા નથી. આ વખતે તેમણે બિગ બોસનો ઈતિહાસ પણ બદલી નાખ્યો છે. બિગ બોસનાં ઈતિહાસમાં પહેલીવાર કંઈક એવું થવા જઈ રહ્યું છે, જે કદાચ કોઈ રિયાલિટી શોમાં આજ સુધી બન્યું નથી.

બિગ બોસ 18 ને મળ્યા ટોપ 2 !

અહેવાલ અનુસાર, બિગ બોસ 18 નાં ટોપ 2 ફાઇનલિસ્ટને ગ્રાન્ડ પ્રીમિયરમાં જ પસંદ કરવામાં આવ્યા છે. શોનાં લેટેસ્ટ પ્રોમોમાં ખુદ સલમાન ખાને (Salman Khan) બંને ફાઇનલિસ્ટનો ખુલાસો કર્યો છે. પ્રોમોમાં, હોસ્ટ સલમાન ખાન કહે છે કે, “ગ્રાન્ડ પ્રીમિયર નાઇટની શરૂઆતથી જ શરૂ થશે સમયનો તાંડવ. બિગ બોસે દરેકનું ભવિષ્ય જોયું.!”

આ પણ વાંચો – Rajinikanth ને 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી, આ રીતે સર્જરી કરાઈ…

બંને કન્ટેસ્ટેન્ટ આશ્ચર્યચકિત થયાં

સલમાન ખાનની (Salman Khan) વાત સાંભળીને પુરુષ કન્ટેસ્ટેન્ટ આશ્ચર્ય સાથે પૂછ્યું કે, શું આ સાચું છે ? ત્યારે સલમાન ખાન કહે છે કે, હા આ સાચું છે. આ સાથે અન્ય કન્ટેસ્ટેન્ટ પણ ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો અને બિગ બોસે ફાઇનલિસ્ટનાં નામોને મંજૂરી આપી. પ્રોમો સાથેનાં કેપ્શનમાં લખ્યું છે કે, “શું ગ્રાન્ડ પ્રીમિયરમાં જ ફાઇનલિસ્ટ બનવાથી કન્ટેસ્ટેન્ટની યાત્રા સરળ બનશે કે પછી ઘરમાં તણાવ વધશે?”

આ પણ વાંચો – હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ Govinda ની પહેલી ઝલક, ભાવુક થઈને જણાવ્યું… Video

બિગ બોસ 18 ના વિજેતા કોણ ?

જણાવી દઈએ કે, પ્રોમોમાં બંને કન્ટેસ્ટેન્ટનાં ચહેરા જાહેર કરવામાં આવ્યા નથી. પ્રોમો (Bigg Boss 18 Promo) જોયા બાદ કેટલાક દર્શકોનું માનવું છે કે એક વિવિયન ડીસેના (Vivian Dsena) છે, પરંતુ અન્ય કન્ટેસ્ટેન્ટ પર થોડી મૂંઝવણ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તે નાયરા બેનર્જી અથવા એલિસ કૌશિક છે. ઘણા યુઝર્સ વિવિયન ડીસેનાને વિજેતા કહી રહ્યા છે.

આ પણ વાંચો – Film Border 2 માં વધુ એક સ્ટારકિડની થઈ એન્ટ્રી, જુઓ તે કોણ છે?