+

વિદાય લેશે હિલિયમ બલૂન,બલૂન પાછળ કરાયો હતો અધધ ખર્ચ!

હિલિયમ બલુન બંધ કરવાનો નિર્ણય કાંકરીયાની ઓળખ સમાન હિલિયમ બલુન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ બલુન પાછળ કરાયો હતો કરોડોનો ખર્ચ. અમદાવાદનું કાંકરિયા તળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને તેની ઓળખ છે ત્યાં જોવા મળતો વિશાળકાય હિલિયમ બલુન.  મોટેરાઓથી લઈને નાના બાળકોનું ધ્યાન આકર્ષિત કરતો હતો આ બલૂન. જોકે કાંકરિયાની ઓળખ સમાં આ હિલિયમ બલુન હવે નહી જોવા મળે. કારણ કે  આ બલુન સત્તાવાળાઓ
હિલિયમ બલુન બંધ કરવાનો નિર્ણય 
કાંકરીયાની ઓળખ સમાન હિલિયમ બલુન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ બલુન પાછળ કરાયો હતો કરોડોનો ખર્ચ. અમદાવાદનું કાંકરિયા તળાવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને તેની ઓળખ છે ત્યાં જોવા મળતો વિશાળકાય હિલિયમ બલુન.  મોટેરાઓથી લઈને નાના બાળકોનું ધ્યાન આકર્ષિત કરતો હતો આ બલૂન. જોકે કાંકરિયાની ઓળખ સમાં આ હિલિયમ બલુન હવે નહી જોવા મળે. કારણ કે  આ બલુન સત્તાવાળાઓ દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
બલૂન પાછળ 10 કરોડનો ખર્ચ કરાયો હતો
પીપીપી ધોરણે શરુ કરવામાં આવેલા આ બલૂન પાછળ આશરે રૂ. 10 કરોડનો ખર્ચ કરાયો હતો. જે આકર્ષણ હવે કાકંરીયા લેક ફ્રન્ટમાંથી વિદાય લેશે. આ બલૂન દ્વારા થતી આવકનો 10% હિસ્સો કોર્પોરેશનને આપવામાં આવતો હતો.  25 ડીસેમ્બર 2010 માં વિદેશથી લાવવામાં આવેલું આ બલુનનું  લોકાર્પણ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. બલુન શરુ થયા બાદ સમયાતંરે તેમાં કોઈને કોઈ ખામીઓ સામે આવતી હતી. અને શરુ થયા બાદ પણ ઘણી વખત તે બંધ રાખવું પડતું હતુ. લોકાર્પણના થોડા જ વર્ષમાં હિલિયમ બલૂનની હવા નિકળી જતા તેને બંધ પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લખનીય છે કે વર્ષ 2014 માં એપ્રિલ માસમાં આવેલા વાવાઝોડાએ અમદાવાદમાં ભારે નુકશાન વેર્યુ હતું. જેમાં કાંકરિયામાં આવેલા હિલિયમ બલુનને પણ નુકશાન થયુ હતુ. અને બલુન ઝાડ સાથે અથડાવાથી ફાટી ગયું હતું. લાંબા સમય બાદ નવો બલૂન લાવવામાં આવ્યો હતો. વર્ષ 2014 ના એપ્રિલમાં આવેલા વાવાઝોડાં પહેલાં પણ પ્રથમ હિલિયમ બલુનને નુકશાન થયું હતું જેના કારણે બલૂનને અનેક વખત પંચર રિપેર કરવાની ફરજ પડી હતી. જો કે હવે સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર રીતે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેથી કાંકરીયાનું આ આકર્ષણ હવે લોકોને નહી જોવા મળે. 
Whatsapp share
facebook twitter