Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Thalapathy Vijay: ફિલ્મ ‘GOAT’ થઇ રિલીઝ, ફેન્સે પોસ્ટર પર કર્યો દૂધનો અભિષેક

10:47 AM Sep 05, 2024 |
  • તમિલનાડુ ફિલ્મ સુપર સ્ટાર વિજયની  રિલીઝ થી ફિલ્મ
  • વિજયની ફિલ્મ ‘GOAT’ ની રિલીઝની ઉજવણી  કરી
  • પોસ્ટર પર દૂધ રેડીને અભિષેક કરતા જોવા મળ્યા

 

Thalapathy Vijay: તમિલનાડુ ફિલ્મ સુપર સ્ટાર થલપતિ વિજયે (Thalapathy Vijay) હવે રાજકારણમાં ઝંપલાવ્યુ છે. તેમણે પોતાની પાર્ટી લોન્ચ કરી છે. તમિલ ફિલ્મની દુનિયાનો સુપર સ્ટાર એવા થલપતિ વિજયની આજે ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ (GOAT) રિલીઝ થઇ છે. ત્યારે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થિયેટર્સ (Tamil Cinema)ની બહાર મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થઇ ગયા છે. જાણે કોઇ તહેવાર હોય તેવી રીતે સેલિબ્રેશન કરતા જોવા મળ્યા.

 

પોસ્ટર્સ પર ચઢાવ્યુ દૂધ

તમિલનાડુના ચેન્નાઇમાં એક થિયેટરની બહાર અભિનેતા થાલાપતિ વિજયની ફિલ્મ ‘GOAT’ ની રિલીઝની ઉજવણી જોવા મળી હતી. ચેન્નાઈમાં એક થિયેટરની બહાર તેના પોસ્ટર પર દૂધ રેડીને અભિષેક કરતા જોવા મળ્યા. વિવિધ થિયેટર્સની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. થલપતિ વિજયને લઇને પ્રશંસકોમાં ગજબનો ક્રેઝ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો –Prabhas આવશે સિંઘમની મદદ કરવા માટે, રોહિત શેટ્ટીએ આપ્યો સંકેત

રિલીઝ પહેલા જ રેકોર્ડ કર્યા બ્રેક

મહત્વનું છે કે થલપતિ વિજય (Thalapathy Vija) ટૂંક સમયમાં એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. GOAT ફિલ્મને રિલીઝ પહેલા જ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને અદ્દભૂત પ્રતિસાદ મળ્યો હતો. રિલીઝ પહેલા જ પિક્ચરે કમાણીના ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. એડવાન્સ બુકિંગથી ફિલ્મે 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.વેંકટ પ્રભુ ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમનું નિર્દેશન કરી રહ્યા છે. (Thalapathy Vija)ની સેકન્ડ લાસ્ટ ફિલ્મને લઇને ગજબનું વાતાવરણ છે.

આ પણ  વાંચો –પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં…

તમામ પડકારો બાદ ‘GOAT ફિલ્મ રિલીઝ

તમામ પડકારો હોવા છતાં, ‘GOAT’ પાસેથી અપેક્ષાઓ વધુ છે, જે રજનીકાંતની ‘વેટ્ટાઇયાં’, અજિત કુમારની ‘વિદા મુયાર્ચી’ અને સુર્યાની ‘કાંગુવા’ જેવી અન્ય મહત્વપૂર્ણ તમિલ રિલીઝ માટે દરવાજા ખોલી શકે છે. કેરળ અને કર્ણાટકમાં 183 મિનિટની અવધિ અને શો સવારે 4 વાગ્યે શરૂ થાય છે, ફિલ્મની મજબૂત શરૂઆત થઈ છે.