Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રખડતા ઢોરનો આતંક હોવા છતાં તંત્ર દ્વારા સપ્તાહમાં માત્ર 57 ઢોર જ પકડવામાં આવ્યા

09:20 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આપણે અવાર-નવાર ઢોરના ત્રાસથી ત્રસ્ત થતી જનતાની ફરિયાદો સાંભળી છે. ત્યારે રાજ્યના વધુ એક જિલ્લા જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.   
જામનગરમાં રખડતા ઢોરના સતત વધી રહેલા ત્રાસના લીધે લોકો ત્રસ્ત થઇ ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડિંગો જમાવીને બેઠા હોવાથી વાહનચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત નાના મોટા અકસ્માતોની ઘટના પણ સામે આવતી હોય છે. ગઈ કાલે રાત્રે પણ શહેરના કિશાન ચોક રાધે કૃષ્ણ મંજિર પાસે રખડતા ઢોરે એક મહિલાને અડફેટે લેતા તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 
જામનગરમાં રખડતા ઢોર પકડવાની તંત્રની કામગીરીથી લોકો રોષે ભરાયા છે. કારણ કે છેલ્લા સપ્તાહમાં કોર્પોરેશન દ્વારા શહેરમાંથી માત્ર 57 ઢોર પકડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા બે ટીમ બનાવીને શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે છતાં પણ ઢોરનો ત્રાસ યથાવત છે. 
અવાર-નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં ઢીલાશથી લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કાયમી નિરાકરણ માટેની પણ માંગ કરી રહ્યા છે.