Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Telangana High Court પ્રમાણે નંબર પ્લેટ વિના વાહન ચલાવવું ગુનાપાત્ર નથી!

07:32 PM Sep 20, 2024 |
  • વાહન ચાલક વિરુદ્ધ નોંધેલી ફરિયાદન રદ કરાઈ

  • Number plate ને લઈ કોઈ નિયમ નથી

  • જાણો… વિગતવાર સંપૂર્ણ મામલો અહીંયા

Telangana High Court : દેશમાં અકસ્માતમાં થતો વધારાને લઈ અનેક ટ્રાફિક નિયમોને જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિકના કોઈપણ નિયમને તોડનારને કડક સજા કાનૂન દ્વારા ફટકારવામાં આવી રહી છે. બીજી તરફ અવાર-નવાર ટ્રાફિક નિયમોને હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવે છે. ત્યારે જો કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતો પકડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક રાજ્યની કોર્ટ દ્વારા હુકમ ફટકારવામાં આવ્યો છે કે, Number plate વિના વાહન ચલાવવું ગેરકાનૂની નથી.

વાહન ચાલક વિરુદ્ધ નોંધેલી ફરિયાદન રદ કરાઈ

Telangana High Court એ Number plate વિના વાહન ચલાવવું ગુનાપાત્ર નથી કહીને એક ચુકાદો કર્યો હતો. તે ઉપરાંત Telangana High Court ના ન્યાયાધીશે સ્કૂટી વિરુદ્ધ કરવામાં આવેલા કેસને રદ કરવાનો આદેશ પાઠવ્યો છે. ત્યારે સ્કૂટી ચાલક પર કલમ 420 દાખલ કરવામાં આવી હતી. જોકે આ કલમ 420 માં છેતરપિંડી અને અપ્રમાણિકતાનો ગુનો લાગુ કરવામાં આવે છે. Telangana High Court એ પોતાના આદેશમાં સ્પષ્ઠ જણાવ્યું છે કે, વાહન ચાલક જો Number plate વિના વાહન ચલાવે છે, તો તે ગુનાપાત્ર નથી.

આ પણ વાંચો: Haryana : કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ, એક ઘાયલ

Number plate ને લઈ કોઈ નિયમ નથી

તે ઉપરાંત વાહન ચાલક પર કલમ 420 દાખલ કરવામાં આવી, તેમાં પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, વાહન ચાલકે કોની સાથે છેતરપિંડી કરી હતી. તો Telangana High Court એ સુનાવણી દરમિયાન પોલીસની દલિલોને ધ્યાનમાં રાખલ વાહન નિયય સેક્શન 80 પર ભાર મૂક્યો છે, જેમાં વાહનના રજિસ્ટ્રેશન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની અંદર Number plate ને લઈ કોઈ નિયમ લખવામાં આવ્યો નથી.

જાણો… વિગતવાર સંપૂર્ણ મામલો અહીંયા

અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા Telangana માં એક સ્કૂટી ચાલકને રોકવામાં આવ્યો હતો. કારણ કે… વાહન ચાલકના વાહન પર Number plate લાગેલી ન હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલક વિરુદ્ધ કલમ 420 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તે ઉપરાંત વાહન વ્યવહાર નિયમ સેક્શન 80 અંતર્ગત પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ વિરુદ્ધ વાહન ચાલકે Telangana High Court માં અરજી કરી હતી. જેના અંતર્ગત આજરોજ Telangana High Court એ અનોખો ચોંકાવનારો આદેશ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: Andhra Pradesh : તિરૂપતિ લાડુ પ્રસાદમ વિવાદ, પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ TDP પર કર્યા પ્રહાર