અત્યારના આ આધુનિક સમયમાં WHATSAPP વગર જીવનની કલ્પનના કરી મુશ્કેલ છે, કેમ કે હવે તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બબની ગયું છે. WHATSAPP માં અવાર નવાર USER EXPERIENCE ને સુધારવા માટે નવી નવી UPDATES આવતી રહેતી હોય છે. હવે વોટ્સએપમાં INSTAGRAM જેવુ જ એક FEATURE આવવા જઈ રહ્યું છે. આ ફીચર યુઝર્સને સ્ટેટસ ફરીથી શેર કરવાની સ્વતંત્રતા આપશે. આ ફીચર તાજેતરમાં બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. હવે ફોટો અને વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની જેમ યુઝર્સ તેમના મનપસંદ સ્ટેટસને ફરીથી શેર કરી શકશે.
INSTAGRAM નું ફીચર હવે WHATSAPP માં
WhatsApp beta for Android 2.24.16.4: what’s new?
WhatsApp is working on a feature to reshare status updates where users have been mentioned, and it will be available in a future update!https://t.co/ZpFHBspXjO pic.twitter.com/8HQ4gTEuVy
— WABetaInfo (@WABetaInfo) July 24, 2024
મળતી માહિતીના અનુસાર, આ નવું ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.1.6.4માં જોવા મળ્યું છે. આ ફીચર હજી પણ તેના બેટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે. દરેક વપરાશકર્તા સુધી હજી તે પહોંચ્યું નથી. વપરાશકર્તાઓને એપ્લિકેશનમાં સ્ટેટસ ફરીથી શેર કરવા માટે એક ઝડપી શોર્ટકટ બટન મળશે. સ્ટેટસ રિશેર કરતી વખતે યુઝર્સને ઈમોજી અને પોસ્ટ અપડેટ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે.
AI ના પણ FEATURES સુધારે છે USER EXPERIENCE
WHATSAPP હવે તેમના APPLICATION માં તાજેતરમાં AI નું ફીચર પણ લઈને આવ્યું છે. વોટ્સએપમાં ઈન્ટરનેટ વિના ફાઈલ ટ્રાન્સફરના ફીચરનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર યુઝર્સને ઈન્ટરનેટ વગર એપ દ્વારા ફોટો, વીડિયો કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ શેર કરવાની સ્વતંત્રતા આપશે. આ ફીચર એપલ ડિવાઇસમાં ઉપયોગમાં લેવાતા એરડ્રોપ ફીચરની જેમ કામ કરશે.આ ફીચર્સ એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : શું ભારતમાં હવે WhatsApp બંધ થઇ જશે..? વાંચો સરકારે શું કહ્યું..