+

Jio Cloud Storage મળશે મફત, Google અને Microsoft થી મળશે રાહત

મફત 100GB Cloud Storage ની સુવિધા મળશે અન્ય કંપની Storage માટે દર મહિને ફી વસૂલ કરે છે Jio Set-top Box માં પણ AI ની સુવિધા મળશે Jio 100GB Cloud Storage…
  • મફત 100GB Cloud Storage ની સુવિધા મળશે

  • અન્ય કંપની Storage માટે દર મહિને ફી વસૂલ કરે છે

  • Jio Set-top Box માં પણ AI ની સુવિધા મળશે

Jio 100GB Cloud Storage : Jio એ Google અને Microsoft જેવી દિગ્ગજ કંપનીઓની ચિંતામાં વધારો કર્યો છે. Jio એ 47 મો AGM માં AI અને Cloud Services ને લઈ ખાસ ખુલાસો કર્યો છે. Jio તેના ઉપભોક્તાઓને આગામી સમયમાં 100GB Cloud Storage ની સુવિધા આપવા જઈ રહ્યું છે. અને તેના માટે Jio એ AI Cloud સાથે હાથ મળાવ્યો છે. Jio ના AI Cloud Storage માં ઉપભોક્તાઓને ફોટો, વીડિયો, ડોક્યૂમેન્ટ્સ જેવી ખાસ વસ્તુઓને સંગ્રહિત કરી શકશે. તે ઉપરાંત ગ્રાહકોની ખાનગી માહિતીને સંપૂર્ણ પણે સુરક્ષિત રાખવામાં આવશે.

મફત 100GB Cloud Storage ની સુવિધા મળશે

ત્યારે Jio AI Cloud ને દિવાળી જેવા પાવન પર્વ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તો વેલકમ ઓફર તરીકે Jio ના ઉપભોક્તાઓને મફત 100GB Cloud Storage ની સુવિધા આપવામાં આવશે. આજરોજ જીઓના માલિક મુકેશ અંબાણીએ Reliance AGM 2024 ને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, Jio AI Cloud એ ઉપભોક્તાઓ માટે એક શક્તિશાળી અને લાભદાયક નિવારણ લઈને આવશે. Jio ના ઉપભોક્તાઓને Jio AI Cloud અને Data Driven AI Services તરીકે સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવશે. Jio AI Cloud પર મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફોટા, વીડિયો વગેરે સ્ટોર કરી શકશો અને તેને ગમે ત્યાં, ગમે ત્યારે એક્સેસ કરી શકશો.

આ પણ વાંચો: ભારતના બે યુવા કોહિનૂર, વિશ્વના સૌથી યુવા અરબતિની યાદીમાં મોખરે

અન્ય કંપની Storage માટે દર મહિને ફી વસૂલ કરે છે

મુકેશ અંબાણીએ Jio AI Cloud ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમે સૌથી સસ્તી AI Cloud સુવિધા ગ્રાહકોને આપીશું. AI Cloud અમુક વ્યક્તિઓ પૂરતું ના હોવું જોઈએ. તે ઉપરાંત AI નો ઉપપોયગ કરીને કંપની દ્વારા Hello Jio ને વધુ સ્માર્ટ બનાવવામાં આવ્યું છે. તે ઉપરાંત તેની ભાષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે હાલમાં, Google પોતાના ઉપભોક્તાઓને 15GB Cloud Storage ની સુવિધા આપે છે. ત્યાર બાદ Google Cloud Storage માં 100GB સુવિધા માટે ઉપભોક્તાઓને 130 રૂપિયા દર મહિને ચૂકવવા પડે છે. તે ઉપરાંત અન્ય કંપનીઓ પણ Cloud Storage માટે દર મહિને ફી વસૂલ કરે છે.

Jio Set-top Box માં પણ AI ની સુવિધા મળશે

હવે, Jio Set-top Box માં પણ AI ની સુવિધા મળશે. ત્યારે હવે ગ્રાહકો માટે કોન્ટેન્ટને શોધવામાં સરળતા રહેશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ અવસર પર સંબોધન કરતાં ઘણી AI સેવાઓની જાહેરાત કરી છે. કંપનીએ Jio Brain, Jio Phone Call AI, AI વ્યાપર, AI ડૉક્ટર્સ, AI શિક્ષકો અને AI ખેડૂતો જેવા ભાવિ જનરેટિવ AI ટૂલ્સની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Share Market :શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર,જાણો બજારની સ્થિતિ

Whatsapp share
facebook twitter