+

Netflix ના નકશે કદમ પર ચાલ્યું Disney+, સપ્ટેમ્બરથી નિયમોમાં થશે ફેરફાર

Disney+ ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો Disney+ Password Sharing: શું તમે…
  • Disney+ ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો

  • Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે

  • OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો

Disney+ Password Sharing: શું તમે પણ Disney+ નો ઉપભોક્તા છો, તો તમારા માટે આ અહેવાલ ખુબ જ માહિતગાર સાબિત થશે. એવું લાગી રહ્યું છે કે, Disney+ એ Netflix ના નક્શે કદમનું પાલન કરી રહ્યું છે. ત્યારે Disney+ પણ Netflix ની જેમ Password Sharing પર કડક નિયમોનું અમલીકરણ કરવા જઈ રહ્યું છે. ત્યારે હવે, Disney+ ના ઉપભોક્તાઓ તેમના સાથી મિત્રો સાથે Password Sharing કરી શકશે નહીં.

Disney+ ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો

તાજેતરમાં Disney ના માલિક બોબ ઈગરે આ અંગે ઘોષણા કરી છે. Disney+ એ સપ્ટેમ્બર 2024 થી આ નિયમને અમલમાં મૂકશે. જોકે Password Sharing ને રોકવા પર આ નિયમને લઈ હજુ સુધી કોઈ સચોટ માહિતી સામે આવી નથી. તો ફેબ્રુઆરી 2024 માં Disney+ ના રિચાર્જ પ્લાનમાં પણ ફેરફાર કર્યો હતો. તે ઉપરાંત Disney+ એ Paid Sharing ને લઈ માહિતી આપી હતી. આ રિચાર્જ પ્લાન અંતર્ગત Password Sharing સાથે એક સમયે એક કરતા વધુ વ્યક્તિ Disney+ નો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો: આ 35 ફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જાણો તમારો ફોન તો આ યાદીમાં નથીને…

Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે

જોકે Paid Sharing નો લાભ હજુ સુધી ભારત કે અમેરિકાને મળી શક્યો નથી. ત્યારે ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં Paid Sharing ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. જોકે આ અંગે કિંમતને લઈ કોઈ માહિતી સામે આવી નથી. જોકે આ સુવિધા સૌ પ્રથમ Netflix દ્રારા જાહેર કરવામાં આવી હતી. Netflix એ ગત વર્ષે વિવિધ દેશમાં Paid Sharing ની સુવિધા ચાલુ કરી દીધી છે. ત્યારે Paid Sharing માટે Netflix ના ઉપભોક્તાએ કુલ $7.99 ચૂકવવાના રહેશે.

OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો

જોકે Password Sharing ને લઈ મોટાભાગના OTT Platform એ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે. આ નિયમ Disney+ માં પણ લાગુ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Disney+ ના માલિકે આશા વ્યક્ત કરી છે, આ નિયમના કારણે ઉપભોક્તાની સંખ્યામાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારે આવનારા સમયમાં Disney+ માં જે નિયમોમાં ફેરફાર કરાવમાં આવ્યો છે. તેને લઈને ઉપભોક્તાઓએ તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: દેશમાં BSNL એ ગ્રાહકોને 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર: Jyotiraditya Scindia

Whatsapp share
facebook twitter