-
નકલી દસ્તાવેજોને ઓળખવા માટે નવી ટેક્નોલોજી આવી
-
લોકોએ Sanchar saathi પોર્ટલની મુલાકાત લેવી જોઈએ
-
સાયબર ક્રાઈમ અને છેતરપિંડી રોકવામાં મદદ મળશે
Mobile Number Banned: તાજેતરમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ (Department of Telecommunications) એ એક અહેવાલ જાહેર કર્યો છે. તેના અંતર્ગત ભારતમાં Dot ની કાર્યવાહી દરમિયાન કુલ 70 લાખથી પણ વધુ ભારતીય Mobile Number પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રકારના નંબરનો સૌથી વધુ નકલી દસ્તાવેજો અને ગેરકાનૂની કામ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તે ઉપરાંત આ પ્રકારના નંબર સાયબર ફ્રો઼ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતો હતો.
નકલી દસ્તાવેજોને ઓળખવા માટે નવી ટેક્નોલોજી આવી
જોકે Dot એ જે કાર્યવાહી કરી હતી, તેના અંતર્ગત ખોડા પૂરાવાઓ જેના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પહેલ હાથ ધરી હતી. પરંતુ ત્યારે આ દસ્તાવેજો રજૂ કરવા માટે જે નંબરનો ઉપયોગ કરવાામાં આવ્યો હતો, તેના ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સાથે નકલી દસ્તાવેજોને ઓળખવા માટે નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. જે નકલી દસ્તાવેજોને ઓળખવામાં ખૂબ મદદરૂપ થશે. જો કોઈએ છેતરપિંડી કરીને તમારા નામનું SIm Card એક્ટિવેટ કર્યું છે, તો તેને શોધવાની અને તેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: X.com માં પેમેન્ટ સુવિધા શરું કરવા માટે Elon Musk એ કમર કસી
Crackdown: More than 70 lakh mobile numbers disconnected.
To check for unknown numbers issued on your name – visit Sanchar Saathi portal pic.twitter.com/MYWgtsS1yK
— DoT India (@DoT_India) August 8, 2024
લોકોએ Sanchar saathi પોર્ટલની મુલાકાત લેવી જોઈએ
DoT એ લોકોને વિનંતી કરી છે કે તેઓ “Sanchar saathi” પોર્ટલની મુલાકાત લઈને તેમના નામે જારી કરાયેલા કોઈપણ અજાણ્યા Mobile Number ને ચેક કરે છે. એ સુનિશ્ચિત કરવા માટે કે તમારા નામે કોઈ નકલી Mobile Number જારી કરવામાં આવ્યો નથી. આ મુહિમ હેઠળ કોઈ પણ પ્રકારની Mobile સેવાઓનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, તે સુનિશ્ચિત કરવાનો છે. તે ઉપરાંત સાઈબર ફ્રોડના આંકડાઓ પણ ઘટાડો કરી શકશે.
સાયબર ક્રાઈમ અને છેતરપિંડી રોકવામાં મદદ મળશે
જો તમે તમારા Mobile કનેક્શન માટે સાચા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેમ છતાં, “Sanchar saathi” પોર્ટલની મુલાકાત લો અને તમારા નામે જારી કરાયેલા તમામ Mobile Number તપાસો.આ કાર્યવાહીથી સાયબર ક્રાઈમ અને છેતરપિંડી રોકવામાં મદદ મળશે. તમારે તમારા Mobile કનેક્શનને સુરક્ષિત રાખવા માટે પણ સજાગ રહેવું જોઈએ અને “Sanchar saathi” પોર્ટલનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો:Girlfriend એ કર્યા હોય બ્લોક, તો આ 3 સ્ટેપથી થઈ શકશો Unblock