+

JIO ની સેવાઓ અચાનક થઇ ઠપ્પ, સોશિયલ મીડિયામાં JioDown ટ્રેન્ડિંગમાં

JIOની સેવા ઠપ્પ થતાં યુઝર્સને હાલાકી ફોન કોલ અને ઈન્ટરનેટમાં સર્જાઈ સમસ્યા સોશિયલ મીડિયામાં JIODOWN ટ્રેન્ડ નો સિગ્નલની સમસ્યા અંગે સૌથી વધુ રિપોર્ટ JIO ફાઈબરમાં પણ આવી રહી છે સમસ્યા…
  • JIOની સેવા ઠપ્પ થતાં યુઝર્સને હાલાકી
  • ફોન કોલ અને ઈન્ટરનેટમાં સર્જાઈ સમસ્યા
  • સોશિયલ મીડિયામાં JIODOWN ટ્રેન્ડ
  • નો સિગ્નલની સમસ્યા અંગે સૌથી વધુ રિપોર્ટ
  • JIO ફાઈબરમાં પણ આવી રહી છે સમસ્યા
  • હજારો ગ્રાહકોને નેટવર્ક આઉટેજ સમસ્યા

JIO ની સેવાઓ આજે બપોરે લગભગ 12 વાગ્યે અચાનક બંધ થઇ ગઇ હતી. જેના કારણે તેના લાખો યુઝર્સને ઈન્ટરનેટ અને કોલિંગ સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. ઘણા યુઝર્સના ફોનમાંથી JIO નું નેટવર્ક અદ્રશ્ય થઇ ગયું હતું. વળી સોશિયલ મીડિયામાં JIODOWN ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આ અંગે ઘણી ફરિયાદો નોંધાઈ છે જ્યારે 14 ટકા યુઝર્સે JIO ફાઇબર કનેક્ટિવિટીની ફરિયાદ કરી હતી.

ઘણી મહત્વપૂર્ણ કામગીરીમાં વિક્ષેપ

આ અચાનક સમસ્યાએ ઘણી મહત્વપૂર્ણ કામગીરીમાં વિક્ષેપ પાડ્યો છે, ખાસ કરીને જે લોકો તેમના કામ માટે સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ પર નિર્ભર છે તેઓને આ સમય ઇન્ટરનેટ સેવાઓ, ઓફિસ અને અન્ય મહત્વપૂર્ણ કામ માટે ખૂબ જ મુશ્કેલ છે થંભી ગયો. રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન રિલાયન્સ જિયોની ઓફિશિયલ વેબસાઈટ પણ ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે યૂઝર્સને કોઈ પણ પ્રકારની મદદ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ સમસ્યાનું કારણ શું છે તેમજ કંપની તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

X પર JIODOWN ટ્રેન્ડિંગમાં

આ તકનીકી ખામીને કારણે, યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર તેમની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું, Jio નેટવર્ક ડાઉન થયાની થોડી જ મિનિટોમાં, હેશટેગ #JioDown ટ્રેન્ડ થવા લાગ્યો હતો, ઘણા લોકો આ ઘટનાના ફની મીમ્સ પણ શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે આ તકનો લાભ ઉઠાવીને રમુજી ચિત્રો અને વીડિયો શેર કરી રહ્યા છે અને મજા લઇ રહ્યા છે.

આવું કેમ થયું?

Jio એ દેશના સૌથી મોટા ટેલિકોમ નેટવર્ક્સમાંનું એક છે, અને તેના લાખો યુઝર્સ માટે આવી ઘટનાથી પ્રભાવિત થવું સ્વાભાવિક છે. જો કે, આ સમસ્યા ક્યારે દૂર થશે અને તેનું વાસ્તવિક કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટિ થઇ નથી અને કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો:  SIM Card:સિમ કાર્ડ ખરીદવાના નિયમો બદલાયા, જાણો Self KYC

Whatsapp share
facebook twitter