Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AI નો અભિશાપ! APPLE અને MICROSOFT સહિત 330 કંપનીમાંથી 98,000 કરતાં વધુ લોકોએ નોકરી ગુમાવી

02:38 PM Jun 24, 2024 | Harsh Bhatt

AI TECHNOLOGY ના કારણે અત્યારે વિશ્વમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. AI ના કારણે એક તરફ મનુષ્યનું જીવન વધુ સરળ બન્યું છે, કેમ કે AI ના કારણે એક કલાકનું કામ સેકંડસ્માં પૂરું થઈ જાય છે. પરંતુ આ AI TECHNOLOGY નો ઘણી બાબતો ઉપર નકરાત્મક પ્રભાવ પડયો છે. તેમાં બેરોજગારી મુખ્ય મુદ્દો છે. AI વાસ્તવિક રીતે લોકોની નોકરી ખાઈ રહ્યું છે. મુખ્ય તો AI ની અસર ટેક કંપની ઉપર થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2024ના પ્રથમ 6 મહિનામાં દુનિયાભરની 330થી વધુ કંપનીઓમાંથી 98 હજારથી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

હજારો લોકોએ ગુમાવી નોકરી

જી હા,98 હજાર કરતાં પણ વધુ લોકોએ પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડયા છે. ટેક કંપનીની છટણી ઉપર ધ્યાન રાખનાર એક પ્લેટફોર્મ દ્વારા આ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી મોટી કંપનીઓ એ 333 કંપનીઓમાં સામેલ છે જેમાં નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નોકરીઓમાં આ કાપનું કારણ આર્થિક પડકાર અને AIની એન્ટ્રીને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. મેટા, ટ્વિટર અને સિસ્કો જેવી ટેક જાયન્ટ્સે 2023માં તેમના કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો, પરંતુ નોકરીઓ કાપતી કંપનીઓની યાદી સતત વધી રહી છે, જે દર્શાવે છે કે રોજગાર સંકટ 2024માં પણ ચાલુ રહી શકે છે.

મોટી મોટી ટેક કંપનીમાંથી કર્મચારીઓને કરાયા બહાર

વર્ષ 2024 ની શરૂઆતમાં માઇક્રોસોફ્ટે 1,000 કરતાં વધુ કર્મચારીઓની છટણી કરી હતી. વધુમાં તેમણે ગેમિંગ વિભાગમાંથી પણ 1900 લોકોને કાઢી મૂક્યા હતા. Facebook-પેરેન્ટ મેટાએ તાજેતરમાં રિયાલિટી લેબના પુનઃરચનાનાં નામે તેના કર્મચારીઓને ટાટા બાય-બાય કર્યું હતું. અમેઝોનની ઑડિબલ અને પ્રાઇમ વિડિયોમાંથી પણ ઘણા કર્મચારીની છટણી કરવામાં આવી હતી. મળતા અહેવાલના અનુસાર, ટેક કંપનીઓમાં અત્યાર સુધીમાં કુલ 98,834 કર્મચારીઓએ તેમની આજીવિકા ગુમાવી દીધી છે.

આ પણ વાંચો : આવા સંકેત મળે તો થઈ જાઓ સાવધાન, નહીં તો AC માં થશે બ્લાસ્ટ!