Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Meta ની સેવાઓ ડાઉન થતા એલન મસ્કે ઉડાવી ઠેકડી, શેર કરી પોસ્ટ

11:56 PM Mar 05, 2024 | VIMAL PRAJAPATI

Meta: મંગળવારે રાત્રે અચાનક જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ ડાઉન થઈ ગઈ હતી. જેને લઈને દેશ અને દુનિયાભરની વિભિન્ન વિસ્તારમાં તમામ યૂઝર્સને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કરોડો લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેટાની સેવાઓ ડાઉન થતા બાદ સોશિયલ મીડિયા સાઈટ Xના માલિક એલન મસ્કે ટ્વીટ કરતા આ ઘટના પર કટાક્ષ કરતી પોસ્ટ કરી છે.

એલન મસ્કે મેટાની મજાક ઉજાવી

એલન મસ્કે પોતાની સોશિયલ મીડિયા એપ એક્સ પર લખ્યું કે, ‘જો તમે આ વાંચી રહ્યાં છો તો તેનો અર્થ છે કે અમારું સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, એલન મસ્કની આ ટ્વીટ જોત જોતમાં જ વાયરલ થઈ ગઈ. લગભગ અડધા કલાકમાં તેણે 5 મિલિયન લોકોએ જોઈ લીધી.

યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે મેટાનું સર્વર ડાઉન થઈ ગયું હતું. આ દરમિયાન ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની અસર ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન યુઝરનું એકાઉન્ટ આપોઆપ લોગ આઉટ થઈ ગયું હતું. આ પછી તેમને લોગ ઈન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, વોટ્સએપ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી.

એક્સ પર Facebook-Instagram સર્વર ડાઉનની થઈ પોસ્ટો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ છેલ્લા 1 કલાકથી ડાઉન ચાલી રહ્યું છે. એક્સ એકાઉન્ટ પર યુઝર દ્વારા આને લગતી ઘણી ટ્વિટ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે મેટાની માલિકીની ઇન્સ્ટાગ્રામ પર ફીડ લોડ થઈ રહી નથી અને તે કંઈપણ કરવા સક્ષમ નથી. યુઝર્સ સાથે આવું શા માટે થઈ રહ્યું છે તે અંગે વધુ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: વિશ્વભરમાં Facebook-Instagram નું સર્વર ડાઉન, કરોડો યૂઝર્સ પરેશાન

આ પણ વાંચો: Twitter New Version: એલોન મસ્કે ટ્વીટરના નોન-પ્રીમિયમ યુઝર્સ માટે લોન્ચ કર્યું નવું ફીચર