Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

living on Mars: મંગળ પર પણ માનવી રહી શકશે! વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકામાં એક એવી ખાસ વસ્તુ મળી છે

10:13 PM Jul 02, 2024 | Aviraj Bagda

living on Mars: દશકોથી વૈજ્ઞાનિકો Red Planet પર માનવ વસવાટને લઈ શોઘખોળ કરી રહ્યા છે. ત્યારે ઘોર અંઘકારમાં રોશનીનું એક કિરણ જોવા મળે છે. તેવી રીતે એક Red Planet પર જીવન શક્ય છે, તે દિશામાં એક કિરણ મળી આવ્યું છે. તાજેતરમાં ચીનના એન્ટાર્કટિકાના રણમાંથી એક ખાસ વસ્તુ મળી આવી છે. આ વસ્તુ એક ખાસ પ્રકારની કાઈ છે. તે Red Planet પર જીવન શક્ય હોવાની પુષ્ટિ કરે છે.

  • સંશોધનના પરિણામો ધ ઈનોવેશન જર્નલમાં પ્રકાશિત થયા

  • Red Planet પર જીવનની શક્યતા હજુ 100% નિશ્ચિત નથી

  • Red Planet પર રહેતા લોકો પોતાનો ખોરાક જાતે ઉગાડી શકે છે

ચીનના નિષ્ણાતોનું માનવું છે કે સિન્ટ્રિચિયા કેનિનરવિસ નામના આ Desert moss માં Red Planet ની કઠોર પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની ક્ષમતા છે. જોકે આ Desert moss ખાદ્ય નથી, તે માનવો માટે હવા અને પાણી માટે ઓક્સિજન ઉત્પન્ન કરવાનો માર્ગ હોઈ શકે છે.તો ફક્ત તેની મદદથી જ Red Planet પર જીવનની ઉત્પત્તિ શક્ય છે. ચીનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનના પરિણામો ધ ઈનોવેશન જર્નલમાં પ્રકાશિત થયા હતા.

Red Planet પર જીવનની શક્યતા હજુ 100% નિશ્ચિત નથી

ત્યારે Desert moss પર વિવિધ પ્રકારના સંશોધન કર્યા પછી વૈજ્ઞાનિકોએ Desert moss ને Red Planet પર જોવા મળેલા વાતાવરણમાં રાખ્યો અને અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આમાં 95 ટકા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણ, પરિવર્તનશીલ તાપમાન અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના ઉચ્ચ સ્તરનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે આ Desert moss ને Red Planet અથવા ચંદ્ર પર લઈ જઈ શકાય છે, જેથી અવકાશમાં છોડના વસવાટ અને વિકાસની શક્યતાઓ પર સંશોધન કરી શકાય, કારણ કે Red Planet પર જીવનની શક્યતા હજુ 100% નિશ્ચિત નથી.

Red Planet પર રહેતા લોકો પોતાનો ખોરાક જાતે ઉગાડી શકે છે

યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના પ્રોફેસર સ્ટુઅર્ટ મેકડેનિયેલે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ચાઈનીઝ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગ એક મહત્વપૂર્ણ પહેલ છે, પરંતુ સંશોધનના પરિણામો દર્શાવે છે કે Red Planet પર જોવા મળતી પરિસ્થિતિઓમાં Desert moss ઓક્સિજન ઉત્પાદનનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. જ્યારે નવા પરીક્ષણો દર્શાવે છે કે Red Planet પર રહેતા લોકો પોતાનો ખોરાક જાતે ઉગાડી શકે છે.

આ પણ વાંચો: Himalayas Thunderstom: ભૂટાનના હિમાલયમાંથી અનોખી વીજળીઓના તરંગોની તસવીરો NASA એ પ્રકાશિત કરી