Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Starlink Satellite Service: ભારતના આ પાડોશી દેશને આપી Elon Musk એ Satellite Internet ની સુવિધા

05:46 PM Jun 07, 2024 | Aviraj Bagda

Starlink Satellite Service: Tesla ના માલિક Elon Musk વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ સાથે ટેક્નોલોજીના ક્ષેત્રે પણ તેઓ આગવી ભૂમિકા ભજવે છે. તેમણે Satellite Internet ની શોધ કરી છે. તે ઉપરાંત તેમની કંપની Starlink વિશ્વના ઘણા દેશમાં Starlink Satellite ની સેવા પૂરી પાડે છે.

  • Sri Lanka ને Starlink Internet ની સેવા મળશે

  • Sri Lanka ની સંસદ દ્વારા પણ મંજૂરી અપાઈ

  • Sri Lanka દ્વારા 400 થી 600 અમેરિકન ડોલર ખર્ચ કરશે

ત્યારે વધુ દેશ માટે Elon Musk દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. તેના અંતર્ગત Sri Lanka ને Starlink Internet ની સેવા મળશે. આ માહિતી તાજેતરમાં Starlink કંપની દ્વારા જાહેર કરવામાં આવી હતી. જોકે અગાઉ Sri Lanka ના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ સાથે ઈન્ડોનેશિયાની અંદર Elon Musk ની કલાકો સુધી બેઠકો ચાલી હતી. તે ઉપરાંત આ ઘટનાને લઈ Sri Lankaની સંસદ દ્વારા પણ માહિતી જાહેર કરવામાં આવી છે.

Sri Lanka ની સંસદ દ્વારા પણ મંજૂરી અપાઈ

તો Sri Lanka ના તત્કાલિન રાજ્ય મંત્રી કનક હૈરાથે કહ્યું છે કે, Sri Lanka ની સંચાર વહીવટી તંત્ર દ્વારા Elon Musk ની Starlink કંપની દ્વીપક્ષીય રીતે Sri Lanka માં Internet ની સુવિધા પૂરી પાડશે. તે ઉપરાંત આ સુવિધાને Sri Lanka ની સંસદ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત આ સુવિધાને કારણે Sri Lanka માં શિક્ષણ, સંશોધન, પ્રવાસ, મત્સયઉદ્યો અને કૃષિ ક્ષેત્રે વિકાસને ઝડપી સાધી શકાશે.

Sri Lanka દ્વારા 400 થી 600 અમેરિકન ડોલર ખર્ચ કરશે

તે ઉપરાંત Sri Lanka ની સરકારે એક મહિના કરતા પણ ઓછા સમયમાં Elon Musk ની Starlink Satellite કંપનીને સેવાઓ શરુ કરવાની મંજૂરી આપી છે. તો Tesla ના માલિક Elon Musk ની Starlink Satellite કંપની વિશ્વના 32 દેશમાં Satellite Internet ની સુવિધા પૂરી પાડે છે. tarlink Satellite કંપનીના આશરે 2 હજાર નેટવર્ક યથાવત છે. આ કરાર માટે Sri Lanka દ્વારા 400 થી 600 અમેરિકન ડોલર ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: X New Policy: એલન મસ્કે X પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી, શું ભારતમાં X પર રોક મૂકવામાં આવશે?