Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Airtel Recharge Hike : શું તમે Airtel ના યુઝર છો તો જાણી લો આ વાત

08:02 PM May 16, 2024 | Hiren Dave

Airtel Recharge Hike : જો તમારી પાસે મોબાઈલ ફોન છે અને તેમાં એરટેલ (Airtel )સિમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એરટેલ યુઝર્સ(Airtel users)ને આવનારા સમયમાં મોટો ઝટકો લાગી શકે છે. કંપની પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કંપનીના ચીફ ઓફિસર ગોપાલ વિટ્ટલે રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારા અંગે મોટા સંકેતો આપ્યા છે.

 રિચાર્જની કિંમતમાં થશે વધારો

ગોપાલ વિઠ્ઠલે તાજેતરમાં કહ્યું છે કે આવનારા સમયમાં મોબાઈલ ચાર્જમાં મોટો વધારો કરવાની જરૂર પડશે. કંપનીના સીઈઓ વિઠ્ઠલે જણાવ્યું હતું કે હાલમાં પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક એટલે કે કંપનીની એઆરપીયુ 200 રૂપિયાની આસપાસ છે પરંતુ તેનો સાચો દર 300 રૂપિયાની આસપાસ છે. જો કે તેણે એમ પણ કહ્યું કે જ્યારે તે 300ની નજીક પહોંચશે ત્યારે પણ તે વિશ્વમાં સૌથી ઓછું ARPU હશે.તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024 ના ચોથા ક્વાર્ટર માટે એરટેલની ARPU 209 રૂપિયા નોંધવામાં આવી છે. 2023ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ARPU રૂ. 193 હતો. વિટ્ટલે જણાવ્યું હતું કે સમગ્ર ઉદ્યોગને ટેરિફમાં મોટા ફેરફારની જરૂર છે.

યુઝર્સનું ટેન્શન વધશે ?

તેમણે કહ્યું કે છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં ARPUમાં વધારો થયો છે પરંતુ તેને આગળ વધારવાની જરૂર રહેશે. તેમણે કહ્યું કે આ સમયે ટેલિકોમ સેક્ટરમાં ટેરિફ વધારવાની જરૂર છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં એરટેલના પ્લાન મોંઘા થઈ શકે છે.તમને જણાવી દઈએ કે ટેલિકોમ સેક્ટરના ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ કંપનીના સીઈઓએ વોડાફોન આઈડિયાને રોકાણ વધારવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે જો દેશમાં ત્રણ ટેલિકોમ કંપનીઓ હશે તો લોકોને સારી સેવાઓ મળશે. એરટેલના સીઈઓએ માહિતી આપી હતી કે કંપનીએ હવે 4Gમાં રોકાણ કરવાનું બંધ કરી દીધું છે અને કંપનીનું ધ્યાન હવે સંપૂર્ણપણે 5G પર છે.

આ પણ  વાંચો  Iphone ને કંટ્રોલ કરો હવે ફક્ત તમારી આંખોથી, આ Feature બદલી દેશે તમારો Experience

આ પણ  વાંચો  – Alert : સાયબર ક્રિમિનલ્સ અપનાવી રહ્યા છે રોજ નવી તરકીબો..!

આ પણ  વાંચો  – Solar Storm: આશરે 2 દશકો બાદ સૌથી વિનાશકારી સુર્ય તુફાન પૃથ્વીથી અથડાયું